શું કહેશો આને..? બિઝનેસમેન કે પછી લિકર કિંગ….!

કુખ્યાત બુટલેગર બંસી કંપનીની જેમ ચલાવતો દારૂનો ધંધો..

દારૂના ચાલતા ગોરખ ધંધામાં કેટલાય બુટલેગરો ઝડપાતા હોય છે .પરંતુ વાત કરવી છે એવા બુટલેગરની જે દારૂના વ્યવસાયને હાઈટેક ટેક્નોલોજી થી ચલાવતો હતો .તે આ ધંધાના આવક – જાવકના હિસાબો પણ રાખતો હતો .

અમદાવાદની ઝોન 5 સ્કવોડે કુખ્યાત બુટલેગર બંસીની ધરપકડ કરી છે. બંસીની પૂછપરછમાં તેની બિઝનેસ સ્ટાઇલ જાણી પોલીસ પણ ચોંકી ગઈ. બંસી જૂની પુરાણી સ્ટાઈલથી નહીં પણ ટેક્નોલોજીના ઉપયોગ સાથે રીતસર કંપની ફોર્મેટમાં હિસાબ-કિતાબ રાખીને દારૂનો વેપાર થતો હોવાનું દારૂના ડીલર બંસીની ધરપકડમાં ખુલ્યું છે. તે દારૂનો ધંધા કરવા માટે કોલ સેન્ટરમાં વપરાતી ‘જેક’ ટેક્નોલોજી વાપરતો હતો.

મળતી સમગ્ર માહિતી મુજબ ,બંસી છેલ્લા ઘણા સમયથી દારૂનો મોટો વેપારી બની ગયો હતો. અનેક ગુનામાં વોન્ટેડ હોવાથી 14 વાહનો સાથે ઝોન 5 સ્કવોડ એ તેની ધરપકડ કરી હતી. જેની તપાસ હવે ઝોન 4 ડીસીપીની અધ્યક્ષતામાં મેઘાણીનગર પીઆઇને સોપાઈ છે. જોકે, તેની પૂછપરછમાં સામે આવ્યું કે, તે ધંધાના હિસાબો પણ કંપની ફોર્મેટમાં રાખતો હતો, કંપની ફોર્મેટ હિસાબ રાખતો અને આવક-જાવકના હિસાબ અને ખરીદીની સાથે હાઈટેક ટેક્નોલોજીના ઉપયોગ પણ આ દારૂના વેપારમાં કરતો. આ રેકેટમાં સંકળાયેલા વીસ લોકોના નામ તપાસમાં સામે આવ્યા છે. આ બધાની વચ્ચે બંસીને અનેક લક્ઝુરિયસ કાર સાથે ઝડપી લેવામાં આવ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે ,બંસી અમદાવાદમાં દારૂનો માફિયા બની ગયો અને તેણે પૂર્વ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પણ ઉભી કરી હતી. પોલીસ અનુસાર બંસી અમદાવાદમાં એક માત્ર દારૂનો ડીલર હતો, જે વિનોદ સિંધી પાસેથી દારૂ ખરીદતો અને અમદાવાદના અલગ અલગ લોકો મારફતે દારૂ સપ્લાય કરતો. બંસીએ એક કંપની ફોર્મેટની જેમ દારૂનો વેપાર ચલાવતો હતો. જેનો વ્યવસ્થિત હિસાબ પણ લખતો હતો. જેમાં આવક ખર્ચ સહિતના હિસાબો પોલીસને મળ્યા છે. જેમાં દારૂ માટે ખરીદેલી ગાડીઓના હિસાબ તેની સાથે દારૂ પકડાય અને પછી કોઈ વાહન છોડીને જવું પડે તે ખર્ચનો પણ ઉલ્લેખ છે.

મહત્વપૂર્ણ છે કે ,કોલ સેન્ટરમાં જે રીતે વિદેશના નાગરિકને છેતરવા માટે જેક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. જેનાથી તેઓ કોઈને ફોન કરે તો અમેરિકા, કેનેડા, સિંગાપુરના નંબર ડિસ્પ્લે થતાં હતા. તેમજ કોઈ ટ્રેસ કરી શકતા ન હતા.

 81 ,  7