એવું તે શું થયું કે..?ગાંધીજીની પરપૌત્રીને મળી 7 વર્ષની સજા..!

આશીષ લત્તા રામગોબિન જાણીતા એક્ટિવિસ્ટ ઈલા ગાંધી અને દિવંગત મેવા રામગોવિંદની દીકરી છે

ગાંધીજીને દેશના ‘રાષ્ટ્રપિતા’ તરીકે ઓળખવામાં આવે છે .દક્ષિણ આફ્રીકાએ ડર્બનની એક કોર્ટના મહાત્મા ગાંધીની પર પરપૌત્રી આશિષ લતા રામગોબિનને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે 6.2 મિલિયન રેન્ડ એટલે કે 3.22 કરોડ રુપિયાની છેતરપિંડી અને ષડયંત્રનો મામલામાં તેમની સંડોવણી સાબિત થતા તેમને ગુનેગાર ઠરાવ્યા છે.

મળતી માહિતી મુજબ ,એક વેબસાઈટ અનુસાર 56 વર્ષીય આશીષ લત્તા રામગોબિન પર આરોપ છે કે તેમણે બિઝનેસમેન એસઆર મહારાજને છેતર્યા છે. એસઆર મહારાજે તેમને ભારતમાં હાજર એક કન્સાઈમેન્ટ માટે આયાત અને સીમા શુલ્ક તરીકે 6.2 મિલિયન રેન્ડ એડવાન્સમાં આપ્યા હતા. આશિષ લત્તા રામગોબિને તેમને નફામાં ભાગ આપવાની વાત કરી હતી.

મહત્વનું છે કે ,આશીષ લત્તા રામગોબિન જાણીતા એક્ટિવિસ્ટ ઈલા ગાંધી અને દિવંગત મેવા રામગોવિંદની દીકરી છે. જેમણે દક્ષિણ આફ્રીકામાં પોતાના કાર્યકાળ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ફીનિક્સ સેટલમેન્ટને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.2015માં લત્તા રામગોબિનની વિરુદ્ધ મામલામાં સુનવણી દરમિયાન રાષ્ટ્રીય અભિયોજન પ્રાધિકરણના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીએ કહ્યુ હતુ કે, આશીષ લત્તા રામગોબિનને સંભાવિત રોકાણકારોને કથિત રીતે ષડયંત્ર કરી અને દસ્તાવેજ આપ્યા હતા. જેના માધ્યમથી તે રોકાણકારોને જણાવી રહી હતી કે, લિનનના 3 કન્ટેનર ભારત મોકલાવાઈ રહ્યા છે.

સૂત્રો અનુસાર ,લત્તા રામગોબિને કહ્યુ હતુ કે તેમણે આયાત ખર્ચ અને બોર્ડર ફીની ચૂકવણી કરવા માટે નાણા સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમણે બંદરગાહ પર સામાન ખાલી કરવા માટે પૈસાની જરુર હતી. આ બાદ લત્તા રામગોબિને મહારાજાને કહ્યુ કે તેમને 6.2 મિલિયન રેન્ડની જરુર છે. તેમને રાજી કરવા માટે આની સાથે જોડાયેલા દસ્તાવેજો પણ બતાવ્યા. જેમાં માલની ખરીદી સંબંધિત દસ્તાવેજો હતા. તેના એક મહિના બાદ ફરી લતા રામગોબિને એસઆર મહારાજને વધુ એક દસ્તાવેજ મોકલ્યો જે નેટકેર રસીદ હતી. જેનાથી ખબર પડી હતી કે માલ ડિલિવર થઈ ગયો છે અને તેમની ચૂકવણી નથી કરવામાં આવી.

ગાંધીજી પોતાના જીવનકાળ દરમિયાન સત્ય અને અહિંસા આ બે જ નિયમો પર ચાલ્યા છે .પરંતુ હાલના સમયને જોતા આવનારી નવી પેઢી તેમના આ નીતિ- નિયમો પર ચાલશે કે કેમ તેનો પ્રશ્ન ઉભો થયો છે .

 43 ,  1