બંગાળમાં 6 મહિનામાં પેટા ચૂંટણી ન યોજાય તો…? દીદી ગઇ…?

ચૂંટણી પંચે 16મીએ યોજાનારી પેટા ચૂંટણીઓ ટાળી દીધી..

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની બે વિધાનસભા બેઠકો અને ઓડિશાની એક વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીને ટાળી દીધી છે. ત્રણેય બેઠકો પર 16 મેના રોજ મતદાન થવાનું હતું પશ્ચિમ બંગાળના જંગપીર અને સમસીરગંજ વિધાનસભા મતક્ષેત્રો અને ઓડિશાના પીપલી વિધાનસભા મતની પેટા ચૂંટણીને સ્થગિત કરી દેવામાં આવી છે. જેના પગલે રાજકિય ક્ષેત્રે એવી આશંકા છે કે કદાજ ચૂંટમી પંચ મહામારીને કારણે 6 મહિના સુધી પેટા ચૂંટણી ન યોજે તો કાલે બંગાળના ત્રીજીવાર મુખ્યમંત્રી બનવા જઇ રહેલા મમતાદીદીને 6 મહિનામાં પેટા ચૂંટણીમાં જીતીને ધારાસભ્ય બનવાનું જોખમમાં આવી શકે.

સૂત્રોએ કહ્યું કે મમતાદીદી નંદીગ્રામમાં ખૂબ ઓછા મતોથી હારી ગયા છે. સમગ્ર મામલો કોર્ટમાં જઇ શકે. તે દરમ્યાન કાલે શપથગ્રહણ કર્યા બાદ તેમણે લોકપ્રિતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ 151 હેછળ 6 મહિનામાં વિધાનસભામાં ચૂંટાઇને આવવુ પડે. જો તેમ ના થાય તો પદ પરથી રાજીનામુ આપવુ પડે. ચૂંટણી પંચે મહામારીનું કારણ આપીને બંગાળ અને ઓડિસ્સાની પેટા ચૂંટણીઓ મોકૂફ રાખી છે.

મમતાદીદી મોકૂફ રખાયેલી બે બેઠકો પૈકી એક પર અથવા પોતાના જુના મતવિસ્તાર ભવાનીપોર બેઠક પરથી ઉભા રહે તેમ મનાય છે. જો ચૂંટણી પંચ 6 મહિના સુધી પેટા ચૂંટણી ના યોજે તો દીદીનું પદ જોખમમાં આવી શકે.

સૂત્રો કહે છે કે જો કે કેન્દ્રની સલાહ અનુસાર ચૂંટણી પંચ એમ પ્રમાણિત કરે કે આ સમયગાળામાં પેટા ચૂંટણી યોજવી મુશ્કેલ છે તો મમતાદીદીનો મુખ્યમંત્રીપદનો સમયગાળો લંબાવી શકાય. એટલે કે પેટા ચૂંટણીમાં જીત્યા વગર પણ તેઓ 6 મહિના પછી પણ પદ પર રહી શકે.

 56 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર