સત્તા ક્યા ચીજ હૈ, જરા ટ્રમ્પબાબા સે પૂછો…સત્તા કૈસે પચાના જરા ભારત સે શિખો…!!

અમેરિકાની ધરતી પર અમેરિકનો દ્વારા જ અમેરિકાની સંસ્કૃતિ પર લોહિયાળ હુમલો…

1814 પછી યુ.એસ. સંસદ પર હુમલો કરવાની આ પહેલી ઘટના….

ભારતને ગુલામ બનાવનાર અંગ્રેજોએ અમેરિકાને પણ છોડ્યું નહોતું…!!

ટ્રમ્પે 200 વર્ષની લોકશાહી પર પાણી નહીં પણ લોહી રેડી નાંખ્યું…!!

ભારતમાં આવુ થાય એની કલ્પના પણ ના કરાય…

ભારતમાં 70 વર્ષમાં ક્યારેય કોઇએ સત્તા માટે આવુ કર્યું નથી અનવે કોઇ કરશે પણ નહીં….!!

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવનાર દેશ છે તો અમેરિકા સૌથી જુની લોકશાહી ધરાવનાર દેશ છે. અમેરિકાને જગત જમાદાર પણ કહેવામાં આવે છે. બીજા વિશ્વ યુધ્ધમાં અમેરિકાએ પર્લ હાર્બર હુમલાનો બદલો લેવા જાપાનના હીરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોંબ ઝીંકીને સુપર પાવરની ડીગ્રી મેળવી હતી. અમેરિકાથી ભલભલા દેશો ડરે છે. અમેરિકાના ભંડોળ પર દુનિયાના કેટલાય દેશો યુ.નો. દ્વારા નભે છે. વિશ્વ બેંકને મોટાભાગનું ભંડોળ ડોલરમાં હોય છે.

2016માં વેપારી-બિઝનેસમેન ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન ફર્સ્ટ….નો નારો ગજવી રાષ્ટ્રપતિ બન્યા ત્યારે કદાજ તેમની પાર્ટીના નેતાઓએ પણ વિચાર્યું નહીં હોય કે 2020માં હાર્યા બાદ ટ્રમ્પ એક એવું પગલુ ભરશે કે જે અમેરિકાના 200 વર્ષના ઇતિહાસ પર પાણી નહીં પણ લોહી ફેરવી નાંખશે….!!

ગયા વર્ષે નવે.મા ચૂંટણીઓ યોજાઇ. ચીન, કેનેડા વગેરે.ને ટેરિફ વોર દ્વારા હરાવનાર ટ્રમ્પ પોતે જ હારી ગયા ત્યારે તેમણે હાર માની નહીં. તે વખતે તેમના ઉદગારો પડઘો પાડતા હતા કે સત્તાની સૌંપણી સહેલી તો નહીં જ હોય…!! અને થયું પણ એવુ જ.

કેપિટોલ હિલમાં સંસદમાં સત્તાની સોંપણીની સંસદિય પ્રક્રિયા હાથ ધરાઇ ત્યારે ટ્રમ્પના ઇશારે તેમના ટેકેદારોએ સંસદમાં ઘૂસીને તોડફોડ, આગજની, ગોળીબારો, બારીબારણાંના કાચ તોડવા, ઇમારત પર ચઢાઇ કરવી એવા વરવાં દ્રશ્યો જોઇને અમેરિકાના અને ટ્રમ્પના દુશ્મન દેશો મલકાયા હશે. લોકશાહીની વાતો કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાની હાર સ્વીકારે નહીં કે હાર પચાવી ન જાણે તો અમેરિકામાં આવનારા દિવસો કેવા હશે તેની કલ્પના જ કરવી રહી…!!

સત્તાનો કેફ કેવો હોય છે એ પણ પૂરવાર થયું. મારી સત્તા કાયમ અને વ્હાઇટ હાઉસ ખાલી નહીં કરૂ એવું કહેવું બતાવે છે કે ટ્ર્મ્પ હાર માન્યા નથી, ટ્રમ્પ સત્તા જતા બેબાકળો થઇ ગયો… સત્તા નહીં હોય તો શું થશે એની લાય કે ચિંતામાં તેમણે અને તેમના ટેકેદારોએ કેપિટોલ હિલ ઇમારતના સ્થળે ઘૂસી જઇને જે કર્યું તે અમેરિકાના ઇતિહાસમાં કાળા ધબ્બા સમાન બની ગયું છે. જાણે કે નાંબિયા કે નાઇજીરીયા કે કોંગો જેવા આફ્રિકન દેશમાં સત્તા માટે કેવા હુમલાઓ થાય છે એવા વરવાં અને લોહિયાળ દ્રશ્યો દુનિયા આખીએ જોયા અને ટ્રમ્પનો વાસ્તવિક, વરવો, બિહામણો સત્તાલક્ષી, સત્તાલાલચુડો ખંધો ચહેરો દુનિયાએ જોયો…!! ટ્રમ્પ અને ટ્રમ્પિયા ટેકોદારોએ જે કર્યું તે અમેરિકા માટે કલંકરૂપ છે.

અમેરિકા પર કોઇ ચઢાઇ કરે…? હાં, ઇતિહાસમાં નોંધાયેલું છે કે અમેરિકા પર એ અંગ્રેજોએ હુમલો કર્યો હતો કે જે અંગ્રેજોએ ભારત પર 200 વર્ષ રાજ કર્યું હતું..!! યસ, બ્રિટને અમેરિકા પર હુમલો કર્યો હતો.

અમેરિકામાં લગભગ 200 વર્ષ પછી, ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કર્યું.. ગુરુવારે, જ્યારે ટ્રમ્પે વોશિંગ્ટનમાં કેપિટોલ હિલ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ યુએસ સંસદમાં ઘૂસણખોરી કરી અને તેને કબજે કરવાનો પ્રયાસ કર્યો. આ બિલ્ડિંગ પર બ્રિટિશરો દ્વારા હંમેશાં આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બ્રિટીશ ઘુસણખોરોએ વોશિંગ્ટનને બાળી નાખ્યું હતું અને યુએસ સંસદને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

અમેરિકા પણ શરૂઆતમાં બ્રિટનના કબ્જા હેઠળ હતું, પરંતુ આઝાદી પછી જ્યારે અમેરિકા તેના પગ પર ઉભા રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે 1812 માં બ્રિટન સાથે યુદ્ધ થયું, જેમાં બ્રિટને તેની શક્તિનો અહેસાસ કર્યો. જ્યારે આ આખો હંગામો ચાલી રહ્યો હતો, ત્યારે ફક્ત 1814 માં એક એવો પ્રસંગ હતો જ્યારે બ્રિટીશ ઘુસણખોરોએ વોશિંગ્ટનમાં ઘૂસીને અને યુએસ સંસદને કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો..

24 ઓગસ્ટ, 1814ના રોજ, બ્રિટીશ ઘુસણખોરો વ વોંશિંગ્ટન તરફ વળ્યા. ત્યારે સૌએ સૌ પ્રથમ આ બિલ્ડિંગને કેપિટલ હિલ પર જોયું, જે એક ખૂબ જ ભવ્ય ઇમારત હતી. ત્યારબાદ બ્રિટીશ ઘુસણખોરોએ પહેલા યુ.એસ. સંસદમાં ફર્નિચરને આગ ચાંપી હતી, ત્યારબાદ આખી ઇમારતમાં આગ ફેલાઇ હતી.

કેપિટોલ હિલને આગ ચાંપી દેવા પછી, બ્રિટનના હુમલાખોરોએ વ્હાઇટ હાઉસ તરફ વળ્યા હતા અને રાષ્ટ્રપતિની કચેરી ઉપર હુમલો કર્યો હતો. બ્રિટન અને અમેરિકા વચ્ચેનો યુદ્ધ 18 જૂન 1812 ના રોજ શરૂ થયો, લગભગ ત્રણ વર્ષ સુધી ચાલ્યો અને 1815 માં સમાપ્ત થયો. જ્યારે કોઈ પરિણામ પહોંચ્યું ન હતું, ત્યારે બંને પક્ષોએ સંધિ દ્વારા યુદ્ધના અંતની જાહેરાત કરી હતી.

હવે, લગભગ બેસો વર્ષ પછી, યુએસ સંસદ ફરી એકવાર હુમલાનો ભોગ બની છે. પરંતુ આ વખતે તે બહારના ઘુસણખોરો નહીં પરંતુ અમેરિકન લોકોએ જ અમેરિકાની ધરા પર અમેરિકાની સંસ્કૃતિ પર હુમલો કર્યો હતો…!! જે સંસદમાં કોઇ નિર્દોષનું લોહી ના વહે તેવા મહત્વના ઠરાવો થતાં હોય એ સંસદમાં થયેલા ગોળીબારમાં 4 લોકોના ઢીમ ઢળી ગયા..ટ્ર્મ્પના શૈતાની રૂપને દુનિયાએ જોયું..વગોવ્યું…અને દુનિયાએ કદાજ એ પણ અનુભવ કર્યો હશે- સત્તા પચાવવી ભારત પાસેથી શિખો….!!

-દિનેશ રાજપૂત

 161 ,  1