અહેમદ પટેલ ગુજરાત માંથી ચૂંટણી લડે તો શું ફેર પડે…?

લોકસભાની વર્તમાન ચૂંટણીઓમાં ગુજરાતની 26 બેઠકો માટે એક જ તબ્બકામાં 23 એપ્રિલે મતદાન થવાનું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવ્યા બાદ કોંગ્રેસ માંથી એવા અહેવાલ આવી રહ્યા છે કે રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલ ફરીથી ભરૂચની બેઠક પરથી ઉમેદવારી નોંધાવી શકે. જો કે તેઓ ચૂંટણી નહીં લડે એવા કોઈ નિર્દેશો નથી. એમ કહી શકાય કે કદાચ અહેમદ પટેલ ભરૂચથી ઉભા રહે.

અહેમદ પટેલ ગુજરાતથી ચૂંટણી લડે તો, તેની શું અસરો થાય તે અંગે રાજકીય નિરિક્ષકો એમ કહે છે કે, જો તેઓ ગુજરાત માંથી ઉભા રહે તો ભાજપની સાથે કોંગ્રેસના પણ રાષ્ટ્રીય નેતાની ઉમેદવારીથી ચૂંટણીઓ રસપ્રદ બની જાય અને ગાંધીનગર બેઠકની સાથે ભરૂચ બેઠક પ્રત્યે પણ મીડિયા અને દેશનો ધ્યાન ખેંચાય.

અમિત શાહે એટલા માટે પણ ગુજરાત માંથી ઉમેદવારી નોંધાવી છે કે આ વખતે ભાજપ ફરીથી તમામ 26 બેઠકો જીતી શકે તેમ નથી. પરિણામે કાર્યકરોમાં જોમ જુશો જગાવવા અને હરીફ કોંગ્રેસનું રાજકીય મનોબળ તોડી પાડવા માટે પોતે ઉભા રહ્યા છે. જો અહેમદ પટેલ ગુજરાત માંથી ફરીથી ઉભા રહે તો દેખીતી રીતે જ કોંગ્રેસમાં પણ કાર્યકરોમાં એક નવો જોમ જુશો આવી શકે. અહેમદ પટેલ અન્ય બેઠકો પર પણ પ્રભાવ પડી શકે. અને કોંગ્રેસના કાર્યકરોનું નૈતિક તથા રાજકીય મનોબળ ઊંચું આવી શકે.

 136 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી