પેગાસસ-ફોન ટેપિંગ વિવાદ શું છે,જાણો..

સંસદના સત્ર શરૂ થયાના એક દિવસ પૂર્વે મામલો બહાર આવ્યો

ભારતીય લોકતંત્રના મંદિર એવા સંસદમાં આજથી ચોમાસુ સત્રની શરૂઆત થઈ ગઈ છે આ સ્થિતિ વચ્ચે કોરોના સંકટ, મોંઘવારી, ખેડૂત આંદોલન અને અન્ય તમામ મુદ્દા વચ્ચે સંસદના મોનસૂન સત્રમાં સૌથી મોટો મુદ્દા પર હોબાળો થવાની આસાર છે તે છે ફોન હેકિંગના મુદ્દો છે.

રવિવારે રાત્રે એક અહેવાલ સામે આવ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇઝરાઇલ સોફ્ટવેર પેગાસુસની મદદથી ભારતના 300 જેટલા લોકોના ફોન હેક થયા હતા, જેમાં પત્રકારો, મંત્રીઓ, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અન્ય જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. આ અહેવાલ વોશિંગ્ટન પોસ્ટ સહિત વિશ્વની લગભગ 16 મીડિયા કંપનીઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ચર્ચા છે કે આજે રાત્રે વોશિંગ્ટન પોસ્ટ અને લંડન ગાર્ડિયન મોદી કેબિનેટના મંત્રીઓ, આરએસએસના નેતાઓ, સુપ્રીમ કોર્ટના જજો અને પત્રકારોના ફોન ટેપ કરવા માટે ઈઝરાયેલની કંપની પીગાસસને હાયર કરવામાં આવી હોવાનો રિપોર્ટ પ્રકાશિત કરશે. જો મને આ બાબતની પુષ્ટી મળશે તો હું લીસ્ટ જાહેર કરીશ.

 15 ,  1