દેશને કેવા નેતા જોઈએ?, આતંકવાદને કચડી નાખે એવા કે આતંકીઓ સાથે વાત કરે એવા…?

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક અગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં લોકસભા ચૂંટણી અંગે વિવિધ મુદ્દે પક્ષોની રણનીતિ અને કેટલાક ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે આ વખતની ચૂંટણીમાં દેશની જનતાએ એવો એક નેતા પસંદ કરવાનો છે કે જે આતંકવાદ અને આતંકીઓને કચડી નાખે, નહીં કે તેમની સાથે મંત્રણા કરે કે વાત કરે? તેમણે પુલવામાં આતંકી હુમલો, એર સ્ટ્રાઈક, સર્જિકલ સ્ટ્રાઈક વગેરેના જવાબો પણ આપીને કહ્યું કે, ભારત વિશ્વમાં અમેરિકા અને ઇઝરાયલ પછી ત્રીજો એવો દેશ છે કે જેણે પોતાના સૈનિકોની સહાદતનો બદલો લીધો હોય.

અમિત શાહે ઉરી અને પુલવામાં આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા પાકિસ્તાનની સામે કરાયેલ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. અત્યાર સુધી માત્ર અમેરિકા અને ઇઝરાયલ જ પોતાના સૈનિકોની સહાદતનો બદલો લે છે. હવે ભારતે પણ પોતાના સૈનિકોની સહાદતનો બદલો લઈને સમગ્ર વિશ્વમાં ત્રીજું સ્થાન બનાવ્યું છે.

તેમણે કહ્યું કે વર્તમાન લોકસભા ચૂંટણીમાં ભાજપ અને NDA પૂર્ણ બહુમતી સાથે ફરી સરકાર બનાવશે. 2014માં અમે જે બેઠકો ગુમાવી તેમાંથી ઓછામાં ઓછી 50 બેઠકો અમે જીતી બતાવીશું. પોતાની ઉમેદવારી અંગે તેમણે કહ્યું કે, હું સરકારમાં જોડાવવા માટે ચૂંટણીમાં ઉતર્યો નથી. હું રાજ્યસભાનો સભ્ય છું જ. મારા સંગઠનમાં આવા નિર્ણયો પક્ષ દ્વારા લેવામાં આવે છે.

રોજગારીની સમસ્યાનો મુદ્દો વિરોધ પક્ષો ઉઠાવી રહ્યા છે. તે અંગે તેમણે કહ્યું કે, સમસ્યા રોજગારીની તંગીનો નથી પરંતુ સમસ્યા તેના અંગેની આંકડાકીય- ડેટાની છે. ભારત જેવા વિશાળ દેશમાં રોજગારીના આંકડાઓ રાખવા અને જોવા તે એક નવો દ્રષ્ટિકોણ છે.

કોઈ મુસ્લિમને ટિકિટ આપશે કે આપવી તે અંગે તેમણે કહ્યું કે, ભાજપ કોઈ હિંદુ મુસ્લિમના આધારે ટિકિટ આપતું નથી. ભાજપનપ કાર્યકર હોય અને જીતી શકે એમ હોય એને ટિકિટ મળતી હોય છે. આ ઉપરાંત પક્ષ પ્રત્યેની નિષ્ઠા વફાદારી એ બાબતને [અણ જોવામાં આવે છે.

તેમણે કહ્યું કે રાજ્યસભામાં હાલમાં અમારી બહુમતી નથી પરંતુ 2020 સુધીમાં અમારી બહુમતી થઇ જશે. આસામને સંબંધિત નાગરિત્વ વિધેયક અંગે તેમણે કહ્યું કે, એ બાબત અમારા સંકલ્પ પત્રમાં છે જ. આ ઉપરાંત કાશ્મીર અંગેની કલમ 370 અને 35Aને દૂર કરવા અંગેનો મુદ્દો અમારા એજન્ડામાં છે.

કોંગ્રેસની ન્યુનતમ આય યોજના (ન્યાય) વિશે તેમણે કહ્યું કે, કોંગ્રેસ માત્ર ગરીબી હટાવોના સુત્રો જ આપે છે. 5 પેઢીથી આવા સુત્રો ચાલે છે. કોંગ્રેસની આ યોજનામાં કોઈ દમ નથી. અમિત શાહે ઓગસ્ટ 2014માં પક્ષની જવાબદારી સ્વીકારી ત્યાર બાદ અત્યાર સુધીમાં સમગ્ર ભારતના રાજ્યોની 3-3 વખત મુલાકાત લીધી છે અને અત્યાર સુધીમાં 8,83,666 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. અને હજુ સતત પ્રવાસ ચાલે છે.

 28 ,  3