ચોમાસામાં લીલા શાકભાજી ખાવા જોઈએ કે નહિ?

ચોમાસાની ઋતુમાં જો ખાવાપીવામાં ધ્યાન ન રાખવામાં આવે તો પેટના રોગો થઇ શકે છે. ચોમાસામાં વરસાદને કારણે લીલાં પાંદડાવાળી શાકભાજી જમીનથી થોડી અંતરે ઊગેલી હોવાથી એમાં માટી, કીડા અને કીટાણું વધુ માત્રામાં હોય છે. આથી લીલાં પાંદડાવાળી શાકભાજીને વિનેગરથી ધોવા જોઈએ. નાની ડોલ પાણીમાં એક કપ સફેદ વિનેગર નાખવો અને એનાથી ફળો અને શાકભાજી ધોવા. વિનેગર ઍસિડિક હોવાથી કીટાણુઓને દૂર કરે છે. ખુલ્લામાં રાખેલો ખોરાક ખાવો નહિ. તેનાથી ઇન્ફેક્શન થઇ શકે છે અને ઝાડા-ઊલટી, કમળો, મરડો, ટાઇફૉઇડ જેવા રોગો થઈ શકે છે. જેમ બને તેમ તાજો રાંધેલો ખોરાક જ ખાવો જોઈએ. ઇન્ફેક્શનથી બચવા માટે સામાન્ય ખોરાકમાં આદું, હળદર, કાળાં મરી કે તીખાનો પાઉડર અને લવિંગનો ઉપયોગ કરવો. એનાથી રોગપ્રતિકારક શક્તિ મજબુત બને છે, અને પાચન સરળ રહે છે. 

 13 ,  1