શરદ પવાર કા અગલા કદમ ક્યા હોગા…!!??

મોહન ડેલકરની પત્ની હવે આપઘાત કેસ ખોલશે..?

એક નેતા પાસે એક હજાર કરોડની સંપત્તિ…?!

અજીત પવાર સાથેનો હિસાબ દિવાળી પહેલા પૂરો..?

મહારાષ્ટ્રમાં રસપ્રદ-રંગારંગ, હવે પરમબીરનો વારો..?

ગુજરાતની ચૂંટણીઓમાં કલા ડેલકરની એન્ટ્રી થશે..?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

લોકસભા અને વિધાનસભાની કેટલીક પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા.પરિણામ બાદ કહીં ખુશી છે તો કહીં ગમ છે. કોઇએ બીજા પક્ષની બેઠક આંચકી લીધી તો ગુદરાતને અડીને આવેલા દાદનગરહવેલીની લોકસભાની બેઠક જેના નિધનથી આ બેઠક ખાલી પડી તે સાસંદ મોહન ડેલકરના પત્ની કલા ડેલકરે સહેલાઇથી જીતી લીધી.

ભાજપ અને કોંગ્રેસે કાંઇ ગુમાવ્યુ નથી કેમ કે આ બેઠક કોઇની નથી અને સૌની છે. સમય પ્રમાણે વારાફરતી આ બેઠક જીતાયા છે. પણ રસપ્રદ એ છે કે આ બેઠકની પેટા ચૂંટણી યોજવી પડી તે મોહન ડેલકરે પોતાનું નિવાસ અને પોતાનો મતવિસ્તાર છોડીને મુંબઇની એક હોટેલમાં જઇને આપઘાત કર્યો અને કોના કારણે આત્મહત્યા કરવી પડી તે સ્યુસાઇડ નોટમાં ભાજપના એક નેતા પ્રફુલ પટેલનું પણ નામ છે…

મહારાષ્ટ્રમાં સત્તા પક્ષ શિવસેનાએ મામલો સંભાળ્યો અને હાલમાં તો ભાજપના નેતાની ધરપકડ કરી નથી પણ મોહનના પત્નીને ટિકિટ આપીને જ્યાં પ્રફુલ પટેલ એડમિનિસ્ટ્રેટર છે તે દાદરા નગર હવેલીની બેઠક ભાજપને જીતવા દીધી નથી.અલબત ભાજપે આ બેઠક જીતવા ઘણાં પ્રાયસો કર્યા પણ મતદારોએ કલા ડેલકરને તેમના પતિનો રાજકીય વારસો સોંપ્યો છે. શિવસેનાએ આ અગાઉ ક્યારેય આ પ્રદેશ કે ગુજરાતમાં ચૂંટણીઓ જીતવા આટલી સક્રિયતા દાખવી નથી. સક્રિયતાની પાછળ જે કારણ છે તે જગજાહેર છે કે એકબીજાથી આગળ નિકળી જવુ. અને એમાં કૂટાઇ ગયા અજીત પવાર અને અનિલ દેશમુખ…!!

ઠાકરે સરકારમાં એનસીપી ક્વોટાના ગૃહમંત્રી અનિલ દેશમુખની સામે મુંબઇના પોલીસ કમિશ્નર પરમબીરસિંગે પોતાની બદલી થતાં જ દેશમુખ સામે 100 કરોડની વસૂલીના આરોપ મૂકીને બદલીનો બદલો લીધો પણ પછી એવુ થયું કે મુંબઇ પોલીસે તેમની સામે એક પછી એક કેસો શોધી કાઢીને અલગ અલગ પોલીસ મથકે નોંધ્યા એટલે પરમબીરસિંગ ગાયબ…! દેશમુખ પણ પોતાની સામેની ફરિયાદ બાદ ગાયબ હતા પણ 2 નવે.ના રોજ કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીની સામે હાજર થયા અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સી આવકવેરા વિભાગે ઠાકરે સરકારના નાયબ મુખ્યમંત્રી અજીત પવારની નામી-બેનામી મળીને અંદાજે અધધધ..એક હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી છે… મહારાષ્ટ્રના મરાઠા કિંગ અને એક સમયના કોંગ્રેસમાં વડાપ્રધાનપદના દાવેદાર શરદ પવારની પાર્ટી એનસીપીને ડબલ ડોઝ મળ્યો છે….! કેમકે દેશમુખ અને અજીત પવાર બન્ને એનસીપીના ધુરંધરો છે.

આમ તો ઇડીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ વખતે શરદ પવારને પણ કોઇ સહકારી બેંકના કરોડોના ગોટાળામાં ધરપકડની તૈયારીઓ કરી હતી પરંતુ શરદ પવાર પોતે સેકડો કાર્યકરો સાથે મુંબઇમાં ઇડીને ઓફિસે સામે ચાલીને ગયા કે લો મારી ધરપકડ કરો….! એ પછી હજુ સુધી તેમની ધરપકડ થઇ નથી…પણ એ પછી સિનારિયો બદલાયો અને અજીત પવાર હાથમાં આવી ગયા..!

અજીત પવારની સામે આવકવેરાએ કાંઇ ખોટુ તો નહીં જ કર્યુ હોય. પણ તેમની પાસે એક હજાર કરોડની સંપત્તિ હોય તો વર્ષોથી રાજકારણમાં, મહારાષ્ટ્રના સીએમપદે અને કેન્દ્રમાં મંત્રીપદે રહ્યાં હોય શરદ પવાર પાસે કેટલી સંપત્તિ હશે..?! બની શકે કે અજીત પવાર બાદ હવે શરદ પવારનો વારો આવી શકે….આ એ જ અજીત પવાર છે કે જેઓ વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ઠાકરે અને ભાજપ વચ્ચેના ગજગ્રાહમાં પોતાની સાથે એનસીપીના 32 જેટલા ધારાસભ્યો લઇને ભાજપને ટેકો જાહેર કર્યો અને રાતોરાત ખેલ પાડીને મુખ્યમંત્રીપદે ફરીથી દેવેન્દ્ર ફડણવીસ બિરાજ્યા અને નાયબ મુખ્યમંત્રીપદે અજીત પવાર…!

યું કી ભૂચાલ સા આ ગયા…! આ શું…? શરદ પવારદાદાની પાર્ટીમાં બળવો…? અને તે પણ તેમના જ પરિવારના સભ્ય દ્વારા…? હો નહીં સકતા…કહ દો કી યે ઝુઠ હૈ…. અને વાસ્તવમાં થયું પણ એવુ કે ફડણવીસ વીસ દિવસ પણ મુખ્યમંત્રીપદે નહીં રહ્યાં હોય અને ધીમે ધીમે અજીત પવારની સાથે ગયેલા ધારાસભ્યો એક પછી એક પાછા એનસીપીમાં અને છેલ્લે અજીત પવાર અને ફડણવીસ વળી પાછા પૂર્વ મુખ્યમંત્રી…અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી….નાયબ મુખ્યમંત્રીપદે અજીત પવાર…..! પછીથી એવી અટકળો અને રાજકિય વાર્તાઓ વહેતી થઇ કે આ તો શરદ પવારની ગેમ હતી અને અજીતને એનસીપીમાં બળવાનું નાટક કરીને ભાજપમાં મોકલવામાં આવ્યાં હતા…? જેમાં દેવેન્દ્ર ફડણવીસ થાપ ખાઇ ગયા અને હાઇકમાન્ડને સમજાવીને અજીતનો ટેકો લઇને સીએમ બની ગયા અને પછી…??

રાજકિય રીતે મહારાષ્ટ્રમાં રસપ્રદ ઘટનાઓ આકાર લઇ રહી હોય તેમ મનાઇ રહ્યું છે. દેશમુખ પકડાયો કે હાજર થયો અને હવે મહારાષ્ટ્ર સરકાર દેશમુખની સામે કેસ કરનાર પૂર્વ કમિશ્નર પરમબીરને ગમે ત્યાંથી શોધી કાઢીને ધરપકડ કરી શકે. અટકળો એવી છે કે પરમબીર વિદેશ જતા રહ્યાં હોય. કેમ કે જ્યાં સુધી મહારાષ્ટ્રમાં એનસીપીની ભાગીદારીવાળી ઠાકરે સરકાર છે ત્યાં સુધી તેમને હેરાનગતિનો સામનો કરવો પડે અને તે માટે તેમણે પોતાના જ તત્કાલિન હોમ મિનિસ્ટરની સામે 100 કરોડની વસૂલીનો કરેલો કેસ છે…તેમની પાસે પુરાવા હોય તો કોર્ટ તેમની પડખે રહેશે તેમાં કોઇ બેમત નથી. પણ જો તેમણે રાજકારણીની જેમ આવેશમાં આવીને મારી બદલી કેમ કરી…એવી સ્થિતિમાં 100 કરોડની વસૂલીનો આરોપ મૂક્યો હશે તો પરમબીરે આમ કોઇ ગુનેગારની જેમ સંતાવાને બદલે હાજર થઇને કોર્ટને કહેવુ જોઇએ- મિ લોર્ડ… આ છે પુરાવા…!

આગે જો હો સકતા હૈ-શિવસેનાએ ભાજપના નેતા પ્રફુલ પટેલની સામે મરતા મરતા આરોપ મૂકનાર દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની પત્નીને શિવસેનામાં સામેલ કરીને અને ભાજપની ચૂંટણીમાં જીતાડીને લોકસભામાં મોકલ્યા છે એટલે એમ કહેવાય કે શિવસેનાએ મોહન ડેલકરના પત્નીને હાથ પર રાખ્યા છે હવે કલાબેન ડેલકર દ્વારા મોહન ડેલકર આપઘાત કેસ ખોલાશે તો……? શિવસેના તેમના ખભે બંદૂક મૂકીને કેસરિયાની સામે-ધાંય….ધાંય…સ્યુસાઇડ નોટમા રહેલા નામોની સામે કાર્યવાહી થાય તો ગુજરાતના રાજકારણમાં ચૂંટણીઓના સમયે હલચલ મચી શકે..બની શકે કે શિવસેના ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં દાદરા નગર હવેલીના નયા રાજકિયસાથી કલાબેનને મોટી જવાબદારી સોંપી શકે…! એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આ વખતે ભાજપ-કોંગ્રેસ-આપ-શિવસેના-ઔવૈસી પંચકોણિય બની શકે…

અરે હાં મમતાદીદી તો રહી ગયા…તેમની પાર્ટી ટીએમસીએ પણ અમદાવાદમાં તાજેતરમાં બેનર લટકાવ્યું હતું- ગુજરાતમાં ટીએમસીનું સ્વાગત છે…!! અજીત પવાર સામે કરાયેલી કાર્યવાહી બાદ દેખના યે હૈ કી શરદ પવાર કા અગલા કદમ ક્યા હોગા…!!?? અગલા નિશાન કીસ પર હોગા.. દેવેન્દ્ર ફડણવીસ…?વાનખેડેના હંફાવનાર એનસીપીના નેતા નવાબ મલિકે તેની શરૂઆત તો કરી જ દીધી છે..!! .યે ક્યા હો રહા હૈ…?

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી