ભારતમાં WhatsAppએ 20 લાખ એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ

15-મેથી 15-જૂન સુધીના એક મહિનામાં જ કરી કાર્યવાહી

ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય મેસેજિંગ સેવા કંપની Whatsappએ ચાલુ વર્ષે 15 મેથી 15 જૂન વચ્ચે 20 લાખ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે આ દરમિયાન તેને 345 ફરિયાદ મળી હતી કંપનીએ તેના પ્રથમ માસિક અનુપાલન રિપોર્ટમાં આ જાણકારી આપી છે.

નવા આઈટી નિયમો મુજબ આ રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત બનાવી દેવાયો છે. નવા નિયમો મુજબ 50 લાખથી વધારે ઉપયોગકર્તાઓ વાળા અગ્રણી ડિજિટલ મંચોએ દર મહિને અનુપાલન રિપોર્ટ પ્રકાશિત કરવો જરૂરી છે. આ રિપોર્ટમાં તેમણે મળેલી ફરિયાદો અને તેના પર કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

વોટ્સએપે એક નિવેદનમાં જણાવ્યું, અમારો મુખ્ય હેતુ હાનિકારક અને ન જોઈતા સંદેશ પર રોક લગાવવાનો છે. એકલા ભારતમાં જ 15 મે થી 15 જૂન સુધી આ પ્રકારના દુરુપયોગની પ્રયાસ કરતાં 20 લાખ ખાતા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીએ કહ્યું કે, 95 ટકાથી વધારે આવા સ્પામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.

વોટ્સએપ વિશ્વભરમાં દર મહિને સરેરાશ 80 લાખ એકાઉન્ટ પર રોક લગાવી રહી છે કે તેમને નિષ્ક્રિય કરી રહી છે. ગૂગલ, ક્રૂ, ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મંચોએ પણ તેમનો અનુપાલન રિપોર્ટ સોંપ્યો છે.

 62 ,  1