September 23, 2020
September 23, 2020

ચાય, કોફી યા પાની મેં ચાર બૂંદે ડાલો, ફિર દેખો અસર…! રિયાની વોટ્સએપ ચેટ વાયરલ

સુશાંતની મોતના કેસમાં નવો વળાંક, ડ્રગ્સ રેકેટ સાથે રિયાની લિંક હોવાનો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ ખુલાસો થઇ રહ્યા છે. હવે આ મામલે એક નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. સુશાંતના મોતમાં ડ્રગ્સની સાજિસ હોવાની આશંકા ઘેરાઇ રહી છે. રિયા ચક્રવર્તીની વાયરલ વોટ્સએપ ચેટમાં ડ્રગ્સની વાત સામે આવી છે.

સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ દ્વારા રિયા ચક્રવર્તીની વોટ્સઅપ ચેટ લીક હોવાનો દાવો કર્યો છે. જેમાં રિયાએ એક ચેટ ડિલિટ મારી હતી. પહેલી ચેટ રિયા અને ગૌરવ આર્ય વચ્ચે છે. ગૌરવને ડ્રગ્સ ડિલર ગણાવાઈ રહ્યો છે. આ ચેટમાં લખ્યું છે કે ‘જો આપણે હાર્ડ ડ્રગ્સની વાત કરીએ તો મે વધુ  ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી.’ આ મેસેજ રિયાએ 8 માર્ચ 2017ના રોજ ગૌરવને મોકલ્યો હતો.

બીજી ચેટ પણ રિયા અને ગૌરવ વચ્ચે છે. જેમાં રિયાએ ગૌરવને પૂછ્યું છે કે તારી પાસે MD છે..? આપણે જણાવી દઇએ, MD એક પ્રકારનું ખુબ સ્ટ્રોંગ ડ્રગ્સ છે. જેનો અર્થ Methylene dioxy methamphetamine છે.

તો બીજી તરફ રીયાના વકીલે આ દાવાને નકાર્યા છે. તેમણે કહ્યું હતું કે, રીયાએ ક્યારેય પણ ડ્રગ્સ નથી લીધુ, જે દાવા કરવામાં આવી રહ્યા છે તે તમામ પાયાવિહોણા છે. રીયાના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે રીયા પોતાના બ્લડ ટેસ્ટ માટે પણ તૈયાર છે.

સીબીઆઇ સુશાંતસિંહ રાજપુતના મોત મામલે સઘન તપાસ કરી રહી છે. સીબીઆઇએ સુશાંતસિંહ રાજપુત કેસમાં તેના ફ્લેટમાં જે મિત્રો સાથે રહેતા હતા તેની અને ઘર કામમાં જોડાયેલા લોકોની પૂછપરછ કરી હતી. અગાઉ પણ આ લોકોની પૂછપરછ થઇ ચુકી છે, જ્યારે સીબીઆઇએ સ્થળની મુલાકાત લીધા બાદ ફરી તપાસ શરૂ કરી છે. જે લોકોની સીબીઆઇએ પૂછપરછ કરી તેમાં તેના ચાર્ટર્ડ એકાઉટન્ટ, તેના મિત્રો સિદ્ધાર્થ પિઠાની, નિરજ સિંઘ, દીપેશ સાવંતની પણ પૂછપરછ કરી હતી. 

જણાવી દઈએ કે બોલીવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં CBI અને ED પહેલેથી તપાસ કરી રહ્યા છે. જ્યારે સીબીઆઈ સુશાંત સિંહ રાજપૂતની હત્યા અથવા આત્મહત્યાના રહસ્યને ઉકેલવામાં રોકાયેલી છે, ત્યારે ઇડી સુશાંતના ખાતાના નાણાકીય લેવડદેવડની સતત તપાસ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂત વિશે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.

હવે આ કેસમાં નાર્કો કંટ્રોલ બ્યુરો પણ તપાસ શરૂ કરશે. ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે ડ્રગ ડીલરો સાથે હત્યાના સંબંધો છે. વળી, સ્વામીએ સુશાંતના ઑટોપ્સી રિપોર્ટ પર પણ સવાલો ઉઠાવ્યા છે.

 129 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર