વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, સોશિયલ મીડિયા યુઝર્સ હેરાન-પરેશાન

ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયા હતા. સોશયલ મીડિયા ડાઉન થવાથી પરેશાન યૂઝર્સ તેમની ફરિયાદ ટ્વિટર પર કરી રહ્યા છે. ડાઉનડિટેક્ટર મુજબ , યૂઝર્સને સાંજથી જ વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ યૂઝ કરવામાં મુશ્કેલી આવી રહી હતી.

ફેસબુક પર યૂઝર્સને તસવીરો પોસ્ટ કરવામાં મુશ્કેલી આવી રહી છે. વોટ્સએપ ઉપર યૂઝર્સ તસવીરો ડાઉનલોડ કરી શકતા નથી. જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી લગાવવામાં યૂઝર્સને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય ફેસબુક પર લિંક, તસવીરો પોસ્ટ કરવામાં યૂઝર્સને મુશ્કેલી થઈ રહી છે.

વોટ્સએપ ઉપર લોકો એકબીજાને મોકલાવેલ ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટસ શેર કરી શકતા નથી. ઇન્સ્ટાગ્રામ ઉપર ઉપર લોકો ઇંસ્ટા સ્ટોરી અને ફીડ ચેક કરી શકતા નથી. ફેસબુક ઉપર લોકો પોતાની ન્યૂઝ ફિડ જોઇ શકતા નથી. સાથે તસવીરો પોસ્ટ કરવામાં પરેશાની આવી રહી છે.

આવું પહેલી વખત નથી થયું, જયારે આ ત્રણેય મીડિયા પ્લેટફોર્મ એક સાથે ડાઉન થયા હોય. ગત મહીને જ આવું બન્યું હતું.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી