September 19, 2021
September 19, 2021

WhatsApp લાવી રહ્યું છે ધાંસૂ અને કમાલનું ફીચર

ભારત સહિત સમગ્ર વિશ્વ રાહ જોઈ રહ્યું છે….

ભારત સહિત સમ્રગ વિશ્વમાં આજે વોટ્સએપ સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. વોટ્સએપમાં ઘણા સારા કમાલના ફીચર્સ પરંતુ વોટ્સએપ યુઝર્સની નવી-નવી ફીચરની માંગ ક્યારેય ઘટતી નથી. વોટ્સએપ પણ તેના વપરાશકર્તાઓની માંગને ધ્યાનમાં રાખીને સમયાંતરે નવા ફીચર લાવે છે. હવે અહેવાલ સામે આવી રહ્યા છે કે, વ્હોટ્સએપ પ્રાઈવસી સેટિંગને લઈને એવું ફીચર પર કામ કરી રહ્યું છે જેની માત્ર તમે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. આવો જાણીએ આ આગામી ફીચર વિશે …

WhatsApp લાસ્ટ સીન, પ્રોફાઇલ ફોટો અને તેના વિશે નવું અપડેટ બહાર પાડશે. નવા ફીચરનું પરીક્ષણ બીટા વર્ઝન પર કરવામાં આવી રહ્યું છે. નવા અપડેટ પછી વપરાશકર્તાઓ જાતે નક્કી કરી શકશે કે કોણ કોણ લોકો તેમના લાસ્ટ સીન, પ્રોફાઇલ ફોટો જોઈ શકશે અને કોણ નહીં જોઈ શકે. સરળ શબ્દોમાં કહીએ તો, તેની સેટિંગ્સને તે જ રીતે સેટ કરી શકશો જેમ તમે અત્યારે સ્ટેટ્સ મૂકવામાં કરી રહ્યા છો.

જો તમે ઈચ્છો છો કે લાસ્ટ સીન અનેપ્રોફાઇલ ફોટો માત્ર તે લોકો જ જોઈ શકે જેને તમે બતાવવા માંગો છો તો આ ખબર તમારા માટે સારી છે. નવા ફીચર અંગે WhatsAppના બીટા ટ્રેકર WABetaInfoજાણકારી આપી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નવા ફીચરનું ટેસ્ટિંગ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને વર્ઝન પર કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં સ્ક્રીનશોટ પણ ટાંકવામાં આવ્યો છે.

 131 ,  1