WhatsApp યુઝર્સ માટે ડિસઅપેરિંગ મોડ ઉપલબ્ધ

નિશ્ચિત સમય પછી ગાયબ થઈ જશે તમારી ચેટ્સ

WhatsApp યુઝર્સ માટે એક નવું ફિચર્સ આવ્યું છે. આ ફીચરની રાહ ઘણા સમયથી જોવાઈ રહી હતી. યુઝર્સ હવે એક નિશ્ચિત સમય પછી તેમના મેસેજને ગાયબ કરી શકે છે. હા, WhatsApp દ્વારા પ્રદાન કરવામાં આવેલ આ વૈકલ્પિક ફીચર્સ છે. તમે વધુ પ્રાઇવસી માટે તેને ઓન કરી શકો છો. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જ્યારે તમે ડિસેપિયરિંગ મેસેજને ઇનેબલ કરો છો ત્યારે તમે મેસેજિસ મોકલ્યાના 24 કલાક, 7 દિવસ અથવા તો 90 દિવસના સમયગાળા પછી ગાયબ થવા માટે સેટ કરી શકો છો. જોકે આ નવું ફીચર ફક્ત નવા મેસેજ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેટિંગ તમે ચેટમાં અગાઉ મોકલેલા કે પ્રાપ્ત કરેલા મેસેજને અસર નહીં કરે.

આ ઉપરાંત, પર્સનલ ચેટમાં, કોઈપણ યુઝર અદૃશ્ય થવા વાળા મેસેજને ચાલુ અથવા બંધ કરી શકે છે. ગ્રૂપ ચેટ વિશે વાત કરીએ તો, કોઈપણ ગ્રૂપ પાર્ટિસિપન્ટ અદૃશ્ય થવા વાળા મેસેજને ચાલુ કે બંધ કરી શકે છે. જો કે, ગ્રૂપ એડમિન ગ્રૂપ સેટિંગ્સ બદલી શકે છે જેથી કરીને માત્ર એડમિન જ અદ્રશ્ય થતા મેસેજને ચાલુ કે બંધ કરી શકે. જો કોઈ યુઝર 24 કલાક, 7 દિવસ અથવા 90 દિવસની અંદર WhatsApp ખોલતું નથી, તો મેસેજ ચેટમાંથી ગાયબ થઈ જશે. જો કે જ્યાં સુધી વોટ્સએપ ઓપન ન થાય ત્યાં સુધી મેસેજનું નોટિફિકેશન જોવા મળતું રહેશે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી