WhatsApp યુઝર્સ માટે આવ્યા માઠા સમાચાર, હવે આ સ્માર્ટફોનમાં નહિ ચાલે…

WhatsApp યુઝર્સો માટે માઠા સમાચાર આવ્યા છે. WhatsApp તેના બ્લોગમાં લખ્યું છે કે 31 ડિસેમ્બર 2019 પછી વિન્ડોઝ ફોનમાં WhatsAppબંધ કરવામાં આવી રહ્યું છે. 1 જૂલાઈ 2019થી વિન્ડોઝ સ્ટોર પરથી WhatsAppને દુર કરવામાં આવશે.

બ્લોગ જણાવાયું છે કે જે યૂઝર્સ આ ઓપરેટિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ આ તારીખ પછી નવા એકાઉન્ટ્સ બનાવી શકશે નહીં અને ચકાસણી જેવી પ્રવૃત્તિઓ કરી શકશે નહીં. વોટ્સએપે કહ્યું છે કે આ જાહેરાત ફક્ત તે લોકો પર અસર કરશે જેની પાસે 6 વર્ષથી વધુ જુનો સ્માર્ટફોન્સ છે.

આ ઉપરાંત કંપનીએ તેમના FAQ સપોર્ટ પેઇઝ પર માહિતી આપી છે કે, 1 ફેબ્રુઆરી 2020 પછી વર્ઝન 2.3.7 અને તે પહેલાની ઓપરેટીંગ સિસ્ટમ્સ, આઇઓએસ 7 અને જુની ઓપરેટિંગ સિસ્ટમ્સ પર ચાલી રહેલા આઇફોન પર પણ વોટ્સએપ કામ કરશે નહીં.

 14 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર