જયારે 71 વર્ષ પછી શિયાળ બેટમાં પાઈપ લાઈન દ્વારા પીવાનું પાણી પહોંચ્યું!

ગુજરાતમાં નર્મદાનું પાણી ઠેરઠેર પહોંચે છે. પરંતુ અમરેલી જીલ્લામાં પિપાવાવ બંદરની સામે દરિયાની વચ્ચે આવેલા શિયાળ બેટમાં પીવાનું પાણી મેળવવા માટે ભૂગર્ભ જળ ઉપર આધારિત રહેવું પડતું હતું. 15 હજારની વસ્તીને હવે નર્મદાનું પાણી મળતું થયું છે.

છેલ્લા 71 વર્ષથી શિયાળ બેટના લોકો ટાપુ પર આવેલા બે હેડપંપ અને નજીકના સ્થળેથી નાનકડી બોટમાં પીવાનું પાણી ભરીને લાવતા હતા. ગુજરાત સરકારે દરિયાની નીચે 6.50 કિલોમીટર લાંબી પાઈપ લઈ નાખીને નર્મદાનું પાણી શિયાળ બેટ ખાતે પહોંચતું કર્યું છે. જેને ઈજનેરીની કમળ કહેવામાં આવી રહ્યું છે. 71 વર્ષ પછી શિયાળ બેટ ખાતે નર્મદાનું પાણી પહોંચતા દિવાળી જેવું વાતાવરણ સર્જાયું હતું.

 46 ,  3