અમદાવાદ : જ્યારે IIMની એક છાત્રાએ હીરોના માલિકની બોલતી બંધ કરી…

AMAમાં વ્યાખ્યાન વખતે મુંજાલે કહ્યું – દેશ પ્રત્યે મારો પ્રેમ અપાર, સામે આવ્યો સવાલ

હીરો કંપનીના માલિક મુંજાલ 17 ડિસેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આઇઆઇએમ, ઉપરાંત એએમએ ખાતે પણ એક કાર્યકર્મમાં હાજરી આપી હતી. અને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, જાપાનની મુલાકાતે તેમણે ત્યાં જે વ્યાખ્યાન આપ્યું હતું. તેમાં એક શબ્દના એક ડોલર પ્રેત્યે ચાર્જ વસૂલ્યો હતો. પરંતું ભારતમાં તેઓ જે વ્યાખ્યાન કે વક્તવ્ય આપે છે, તે દેશ હિતમાં વિના મૂલ્ય આપે છે. કેમકે, તેમણે ભારત દેશ પ્રત્યે અનહદ પ્રેમ અને લગાવ છે.

હીરોના માલિક અંદાજે 10 કરોડની કિંમતની રોલ્સ રોયલ મોઘીદાટ વિદેશી કાર લઇને આવ્યા હતા. જે એએનએની બહાર પાર્ક કરેલી હતી. તેની સુરક્ષા માટે બાઉન્સર પણ મુકવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આઇઆઇએમના કેટલાક વિદ્યાર્થીઓ પણ હાજર હતા.

મુંજાલે જ્યારે એમ કહ્યું કે, તેમણે ભારત પ્રત્યે લગાવ અને પ્રેમ છે, ત્યારે આઇઆઇએમની એક છાત્રાએ તરત જ સવાલ કર્યોકે જો તમને ભારત પ્રત્યે લગાવ હોય તો વિદેશી કાર કેમ વાપરો છો..? તમે ટાટા કંપનીની કે જે ભારતની કંપની છે, તેની કાર કેમ વાપરતા નથી..!

તેમનો આ સવાલ સાંભળીને અબજોપતિ ઉદ્યોગપતિની બોલતી બંધ થઇ ગઇ હતી. અને તેનો કોઇ જવાબ આપ્ય ન હતો.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી