જ્યારે કાશીમાં એક વૃદ્ધજને વડાપ્રધાન મોદીની કાર રોકાવી લીધી અને….

Video: એક વૃદ્ધજનને જોઈને મોદી પણ થયા ભાવુક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ જ્યારે ક્રૂઝથી ઉતરીને કાશી વિશ્વનાથ માટે રવાના થયા તો રસ્તામાં તેમનું પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું. આ દરમિયાન એક વડીલ ભીડથી નીકળીને પીએમ મોદીને પાઘડી પહેરાવવા માંગતા હતા. સુરક્ષાકર્મીઓએ તેમને રોક્યા પરંતુ પીએમ મોદીએ વૃદ્ધના હાથેથી પાઘડી પહેરી અને ત્યારબાદ હસ્યા અને વડીલના હાથ જોડ્યા.

પીએમનો કાફલો વારાણસીની ગલીઓમાંથી પસાર થયો તો ચારે બાજુ તેમની એક ઝલક મેળવવા માટે લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભીડમાંથી એક વૃદ્ધ પીએમ પાસે આવવા લાગ્યા તો એસપીજીએ તેમને ધક્કા મારીને પાછળ ધકેલ્યા. વડીલના હાથમાં પાઘડી અને બીજા હાથમાં ગમછો હતો. તેઓ પીએમને પહેરાવવા માંગતા હતા.

બેવાર એસપીજીએ માર્યો ધક્કો, પીએમએ તેમને રોક્યા
એસપીજીએ વડીલને બે વાર ધક્કા મારીને પાછળ ધકેલ્યા પરંતુ જ્યારે પીએમ મોદીની નજર પડી તો તેમણે સુરક્ષાકર્મીઓને ઈશારો કરીને એમ કરતા રોક્યા અને વડીલ તરફ જોયું. પીએમ મોદીએ હાથ આગળ વધાર્યો અને વૃદ્ધને પાઘડી પહેરાવી તથા ગમછો માંગ્યો.

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી