જ્યારે બિલાડીઓ મચાવ્યો શોરબકોર, લોકોએ જોયુતો…

એક નવજાતને મળ્યું નવજીવન, થેંક્સ ટુ કેટ…

તાજેતરમાં ગુજરાતમાં ગાંધીનગરમાં એક બાળકને ત્યજી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને એ કિસ્સામાં નવા ફણગા રૂપે એવું બહાર આવ્યું કે, એની માતાને એના જ પિતાએ મારી નાખી છે નવજાત શિશુને ત્યાજી દેવામાં કિસ્સાઓ અવાર-નવાર બની રહ્યા છે પરંતુ મુંબઈમાં આવી જ એક ઘટનામાં બિલાડીઓ ટોપ ઓફ ધી ટાઉન બની છે.અને બિલાડીઓના કારણે એક નવજાત શિશુનો જીવ બચ્યો છે.

સપનાની નગરી મુંબઇના પંતનગર પાસે વહેતી એક ગટરમાં નવજાત વહી રહ્યું હતું. જેને જોઇને સ્થાનિક લોકોએ મુંબઇ પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચીને નવજાતનો જીવ બચાવ્યો હતો.મુંબઇ પોલીસે કરેલી એક ટ્વિટ મુજબ, કપડામાં લપટાયેલા નવજાતને જોઇને રોડ પર ફરતી કેટલીક બિલાડીઓએ જોયું અને શોર મચાવા લાગી હતી. જેના લીધે આસપાસના લોકોનું ધ્યાન નવજાત તરફ વળ્યું હતું. એ પછી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે નવજાતનો જીવ બચાવ્યો હતો.

ઘટનાની માહિતી મળતાં મુંબઇ પોલીસનું નિર્ભયા ટીમ, જે શહેરમાં ગુનાઓના હોટસ્પોટ પર નજર રાખે છે, ત્યાં પહોંચી હતી.

મુંબઇ પોલીસે બાલક સાથે પોલીસ અધિકારીઓનો એક ફોટો શેર કર્યો છે. ટ્વિટમાં લખ્યું છે કે, પંતનગર પોલીસ સ્ટેશનના નિર્ભયા ટીમ દ્વારા નવજાતને રાજાવાડી હોસ્પિટલ લઇ જવાયું હતું અને હવે નવજાત સ્વસ્થ છે. નવજાત સારવાર હેઠળ છે. પોલીસના જણાવ્યા મુજબ, તેઓ નવજાતને ત્યજી ગયેલા મા-બાપની શોધ કરી રહ્યા છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી