અડધી રાત્રે PM મોદીએ બનારસ રેલ્વે સ્ટેશનનું પણ કર્યું નિરીક્ષણ

PM મોદી આજે વારાણસીમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડધી રાત્રિએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં હતાં. આ પહેલા તેઓ કાશીની ગંગા આરતીમાં પણ સામેલ થયા હતાં. બીજા દિવસે મંગળવારે મોદી 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બે નાયબ મુખ્યમંત્રીઓ સાથે સઘન બેઠક કરશે તો બીજી તરફ એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન ઉમરાહમાં સ્વરવેદ મંદિરમાં એક વિશેષ કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં મોટા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું. તેઓએ આ તસવીરો પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર પણ કરી છે.

ત્યાર બાદ પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન પહોંચ્યાં. અહીં તેઓની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં હતાં. આ દરમિયાન તેમની સુરક્ષામાં તૈનાત અધિકારીઓ પણ ત્યાં હાજર હતાં. તેમજ સ્ટેશન પર હાજર લોકો વડાપ્રધાનને દૂરથી જ જોઈ રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ બનારસ રેલવે સ્ટેશનની તસવીરો પણ શેર કરી છે. એમણે આ તસવીરો શેર કરતા કહ્યં છે, ‘આગળનું પગલું… બનારસ સ્ટેશન. અમે રેલ સંપર્ક બનાવવા સાથે સાથે સ્વચ્છ, આધુનિક અને યાત્રી અનુકૂળ રેલવે સ્ટેશનોને સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે.’

વડાપ્રધાન મોદી રાત્રે 1 વાગ્યા બાદ બનારસ રેલવે સ્ટેશન પહોંચ્યા હતાં. તસવીરમાં તેની પાછળ એક ઘડિયાળ પણ દેખાઈ રહી છે. જેમાં રાત્રે 1.13 કલાક થયા છે. પીએમ મોદીએ રેલવે સ્ટેશનનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી