જયારે રઘુરામ રાજન અરુણ જેટલીની અડફેટે ચડ્યા…

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જાણે અજાણે નાણામંત્રી અરુણ જેટલીની અડફેટે ચડી ગયા છે. રાજને એવું નિવેદન કર્યું કે, મોદી સરકારે GDPના જાહેર કરેલા આંકડા શંકાસ્પદ છે. રોજગારીની સમસ્યા અંગે પણ રાજને ટિપ્પણી કરી હતી.

તેમની આ બાબતને લઈને અરુણ જેટલીએ રાજનને અડફેટે લઈને કહ્યું કે, ભારતની એક સવાયત સંસ્થા એવી RBIના ગવર્નર જો આ રીતે રાજકીય નિવેદન કરે અને રાજકીય લડાઈમાં કુદી પડે તો તે કેન્દ્રીય બેન્કની સવાયાત્તાને હાની પહોંચાડી શકે છે.

અમારી સરકાર રાજન ગવર્નર તરીકે તેમની મુદ્દત પૂરી કરે એમ ઈચ્છતી હતી પરંતુ તેમણે જ ના પાડી હતી. અત્રે જણાવી દઈએ કે રાજને એમ પણ કહ્યું કે, જો ભારતને તેમની જરૂર હોય તો તેઓ ચોક્કસ ભારત આવશે. હાલમાં તેઓ વિદેશમાં શૈક્ષણિક સેવાઓ આપી રહ્યા છે.

 40 ,  3