ધંધો પડી ભાંગતા વેપારીઓએ ગેંગ બનાવી લૂંટ ચલાવા લાગ્યા

રીક્ષામાં ભાડે લઇ પેસેન્જર બની લોકોને લૂંટતા ચાર ઝડપાયા

કોરોના વાયરસ આવ્યા બાદ લોકડાઉન અને અનલોક થયા પછી અનેક લોકોના વેપાર-ધંધા સાવ પડી ભાંગ્યા છે. ત્યારે પેટીયુ રડવા લોકો આડે રસ્તે ચઢી ગયા હોવાના સંખ્યાબંધ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યાર આવો વધુ એક કિસ્સો કાગડાપીઠમાં પણ બન્યો છે. જેમાં અત્તરનો ધંધો પડી ભાગતા વેપારીઓએ પોતાની ગેંગ બનાવી અને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી લોકોને લૂંટવાનું શરૂ કરી દીધું હતુ. આરોપીઓ ભાડાની રીક્ષામાં મુસાફરો સ્વાંગમાં લૂંટ કરતા હતા. આ લૂંટારું ગેંગએ ગીતા મંદિર પાસે એક શિક્ષકને છરીની અણીએ લૂંટી લીધા હતા. કાગડાપીઠ પોલીસે બાતમી આધારે અત્તર ગેંગનો પર્દાફાશ કરી ચાર આરોપીની ધરપકડ કરી લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એક અઠવાડિયા પહેલા મોરબીના વાંકાનેરથી અમદાવાદ આવેલા શિક્ષકને રીક્ષામાં મુસાફર તરીકે બેસાડીને અવવારું જગ્યાએ લઈ જઈ છરીને અણીએ લૂંટ ચલાવાઈ હતી. જેમાં કાગડાપીઠ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલ આરોપી જાવેદહુસેન મોમીન, ઈરફાન મોમીન,શાહબાનઅલી શેખ અને એઝાદ હુસેન શેખનો સમાવેશ થાય છે. આરોપીઓની મોડ્સઓપરેન્ડી વાત કરીએ તો એઝાદ શેખ નામનો આરોપી રીક્ષા ડ્રાઇવર બની ને ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે બહારગામથી આવતા મુસાફરને ટાર્ગેટ કરી ઓછા ભાડા માં રીક્ષામાં બેસાડી લઈ જતો હતો.

ત્યાર બાદ થોડા આગળ લૂંટ ટોળકી દ્વારા અન્ય આરોપી રીક્ષામાં બેસીને મુસાફરો અવાવરું જગ્યા લઈ જઈ મુસાફર પાસે રહેલ સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ કરી ફરાર થઈ જતા હતા. મુસાફરો લૂંટ કરવાનું પ્લાન મુખ્ય આરોપી જાવેદહુસેન મોમીન બનાવતો હતો. જે અગાઉ પણ પેસેન્જર લૂંટ કરતો પકડાઈ ચુક્યો છે.

શહેરના ગીતામંદિર બસ સ્ટેન્ડ પર હજારો મુસાફરોની અવર જવર થતી હોવાના કારણે લૂંટારું ગેંગ દ્વારા મુસાફરો ટાર્ગેટ કરી ગુનાને અજામ આપતી હોય છે. આ મોડ્સઓપરેન્ડીથી પુર્વ વિસ્તારમાં એક મહિનામાં ચારથી વધુ અલગ અલગ ગુના બન્યા છે.ત્યારે મુસાફરોના સ્વાંગમાં ફરતી ટોળકી ફરી સક્રિય થઈ છે. હાલ પકડાયેલ આરોપી પૂછપરછ માં અનેક ગુના ભેદ ઉકેલાઈ શકે છે.

 61 ,  1