September 19, 2021
September 19, 2021

જ્યારે પૂર્વ મુખ્યમંત્રીને સાફ કરવા પડયા લોકોના જૂતા

રાજકીય નુકસાન નિવારવા તાત્કાલિક માંગી માફી અને ‘પાપ’નું કર્યું પ્રાયશ્ચિત

કોંગ્રેસના નેતા અને પંજાબના પ્રભારી હરીશ રાવતને ગુરૂદ્રારામાં માફી માંગીને પાપના પ્રાયશ્ચિત બદલ લોકોના જૂતા સાફ કરવાની ફરજ પડી છે પંજાબમાં સરકાર અને પક્ષમાં ઉથલ પાથલ મચી છે પ્રભારી તરીકે તેમણે ચંદીગઢની મુલાકાત વખતે શીખ ધર્મના પંજ પ્યારે અંગે ટિપ્પણી કરી તેનાથી શીખ ધર્મના લોકો નારાજ થયા હતા અને પંજાબમાં ચૂંટણીઓ નજીક હોવાથી તેમણે રાજકીય નુકસાન રોકવા તાત્કાલિક જાહેરમાં માફી માંગી, પોતાની ભૂલ થઈ ગઈ તેમ કહીને સ્થાનિક ગુરૂદ્રારામાં જઈને માંફી માંગવાની સાથે જૂતા સાફ કરીને પાપને પ્રાયશ્ચિત કરતા સમ્રગ મામલો થાળે પડ્યો હતો.

 49 ,  1