જ્યારે શિક્ષકે લલકાર્યું, ઝૂમ બરાબર ઝૂમ શરાબી….

દારૂડિયા શિક્ષકે વર્ગખંડમાં મચાવી ધાંધલ-ધમાલ

દાદરા-નગર હવેલીની શાળામાં શિક્ષક દારૂ પીધેલી હાલતમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યો છે એટલું જ નહીં શિક્ષકને બિલકુલ ભાન જ નથી તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા હવે દાદરા-નગર હવેલી શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવતા વીડિયોમાં નજરે પડી રહેલા શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા છે.

સમગ્ર મામલે સ્કૂલના આચાર્યને પણ કારણદર્શક નોટિસ પાઠવી દેવાઇ છે. જો કે અહિંયા સવાલો ઉઠી રહ્યા છે કે દારૂ પીને સ્કૂલમાં આવે છે શરમ નથી આવતી?. આવા શરમ વિનાના શિક્ષકને તાત્કાલીક હટાવી દેવા જોઇએ. માત્ર સસ્પેન્ડ કરવાથી શું થશે? વિદ્યામંદિરમાં આવા દારૂડિયા શિક્ષકને કેમ રાખાયો છે?

વિદ્યાર્થીઓ સામે દારૂ પીને જશો તો તેમના પર શું અસર પડશે તે પણ ભાન ન રહ્યું?. શિક્ષણ વિભાગ આવા શિક્ષકોને કેમ છાવરે છે? સમગ્ર મામલે સવાલ એ થાય છે કે શું શિક્ષણ વિભાગ પાસે સારા શિક્ષકો જ નથી જે દારૂડિયા શિક્ષકને છાવરે છે?. આવા શિક્ષકોની વિદ્યામંદિરમાં કોઇ જરૂર નથી.

ઉલ્લેખનીય કે જે શિક્ષકને શાળામાં કેવી રીતે આવવું તેનો ખ્યાલ નથી તે વિદ્યાર્થીને શું શિખવાડશે?આ શિક્ષક કેટલા સમયથી દારૂ પીને સ્કૂલમાં આવતો હશો?. સાથેજ એક ગંભીર સવાલ એ પણ થાય છે કે દારૂ પીને જો કોઇ અયોગ્ય કામ કરે તો જવાબદારી કોણ લેશે?. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની સુરક્ષાની જવાબદારી શિક્ષણ વિભાગ લેશે?

 22 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી