જયારે મધ્યપ્રદેશમાં પશ્ચિમ બંગાળનું પુનરાવર્તન થયું…

પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં CBIની ટીમ કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારની ઘરપકડ કરવા ગઈ ત્યારે બંગાળ પોલીસે તેમણે અટકાવ્યા હતા. એટલું જ નહીં CBIની ટીમને ધક્કે ચડાવવામાં આવ્યા હતા. એવું જ કંઇક હવે ભોપાલમાં થયું છે.

ભોપાલમાં CBI નહીં પણ આવકવેરાની ટીમે મુખ્યમંત્રી કમલનાથના અંગત મદદનીશ અને એક બીજા સાથી પર દરોડા પડ્યા ત્યારે મધ્યપ્રદેશની પોલીસે આવકવેરા ટીમની સાથે આવેલા CRPFના અધિકારીઓને રોક્યા હતા અને તેમની સાથે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.

મધ્યપ્રદેશ પોલીસ દરોડાના સ્થળે પહોંચી હતી. CRPF દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા ત્યારે તેમને MP પોલીસે એમ કહ્યું કે, જેમને ત્યાં દરોડા પડ્યા છે તેમાંથી કેટલાક બીમાર પડી ગયા છે. અને તેમણે જાણ કરતા તેઓ આવ્યા છે. પરંતુ CRPF દ્વારા તેમણે અટકાવતા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે તુતુમેમેના દ્રશ્યો સર્જાયા હતા.

ચૂંટણીના સમયે જ કોંગ્રેસના મુખ્યમંત્રીના નજીકના સાથીઓ પર દરોડાને લઈને એવા આક્ષેપો થઇ રહ્યા છે કે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈશારે આ દરોડા પાડવામાં આવ્યા છે.

 27 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર