ગુજરાતમાં ક્યારે ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો, નીતિન પટેલે શું કહ્યું..

નાયબ મુખ્યમંત્રીએ દોષનો ટોપલો અન્ય રાજ્યો પર ઢોળ્યો

ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી રહ્યા છે જેને પગલે મધ્મય વર્ગ પરેશાન થઈ રહ્યો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્તવનું નિવેદન આપ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા વધારાના પગલે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ સાથે જ એવું પણ કહ્યું કે, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર અન્ય રાજ્યો કરતા વેટ ઓછો છે અને જ્યારે અન્ય રાજ્યો વેટ પર વિચારશે ત્યારે ગુજરાત વેટ મુદ્દે વિચારણા કરશે. સાથે જ બીજા રાજ્ય વેટ ઘટાડશે તો ગુજરાત પણ વેટ ઘટાડશે તેવી વાત પણ કહી હતી. આમ નાયબ મુખ્યમંત્રીએ દોષનો ટોપલો અન્ય રાજ્યો પર ઢોળ્યો હતો.

નોંધનીય છે કે, ગુજરાતના 2-3 જિલ્લામાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે તો બીજી બાજુ ડીઝલના ભાવ પણ પ્રતિ લિટર 100 રૂપિયાની નજીક મળી રહ્યું છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતા મહત્વનું નિવેદન આપ્યું હતું.

 64 ,  1