અમરેલીમાં ઘો.10 અને 12ની એકમ કસોટીનું પેપર સોશિયલ મિડીયામાં વાયરલ!
ગુજરાતમાં તાજેતરમાં હેડકલાર્કની પરીક્ષાનું પેપરલીક બાદ સૌરાષ્ટ્ર યુનિ.નું બી કોમ સેમેસ્ટર 3નું પેપર લીક થયું હતું જે બંને પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરવાની શાહી હજી સુકાઈ નથી ત્યાં રાજ્યમાં વધુ એક પેપર કાંડના આક્ષેપ થઈ રહ્યા છે. અમરેલીના ઘોરણ 10 અને 12મી એકમ કસોટીનું પેપર સોશિયલ મિડીયામાં વાયરલ થયું છે. ઉલ્લેખનીય છે આ પેપર પરિક્ષાના આગળના દિવસે વાયરલ થયું હતું.જેમાં ધો.10નું સમાજિક વિજ્ઞાનનું 25 માર્કસનું પેપર હતું જ્યારે ધો.12નું મનોવિજ્ઞાનનું પેપર વાયરલ થયું હતું. મહત્વનું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ એકમ કસોટી લેવાય છે. જોકે, નેટ ડાકિયા આ વાઈરલ પેપરની પુષ્ટિ કરતુ નથી.
રાજ્યમાં તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડકલાર્કની પરીક્ષાનું પેપરલીક કૌભાંડ બાદ સરકારી છબી ખરાડાઈ છે જેની સીધી અસર આગામી વિધાનસભાની ચૂંટણી પર પડી શકે છે. એટલું જ નહીં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ સંબોધન કરીને પરીક્ષા રદ્દ કરી હતી અને કહ્યું હતું આગામી માર્ચ માસમાં ફરીથી પરીક્ષાનું આયોજન કરાશે તેમ પ્રેસ સંબોધનમાં જણાવ્યું હતું. પરિણામે 86 હજાર પરીક્ષાર્થીઓની તૈયારી કરતા ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. જે બાદ સૌરાષ્ટ્ર યુનિ.નું બી કોમ સેમેસ્ટર 3નું પેપર લીક થયું હતું સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું જે પરીક્ષા પણ રદ્દ કરાઈ હતી ત્યારે હવે લોકોમાં મનમાં સવાલ એ સર્જાઈ રહ્યો છે ક્યાં સુધી બાળકોનો ભવિષ્ય સાથે ચેંડા થતા રહેશે?
50 , 1