પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત ટાઉન હોલનુ કામ ક્યારે પૂર્ણ થશે?

છેલ્લા 10 વર્ષથી કરોડો રૂપિયા ખર્ચે અર્ધ તૈયાર થયેલ ટાઉન હોલ ધુળ ખાય છે

પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન વિસ્તારમા અમીનપુર રોડ ભાંખરીયા તળાવ પાસે પ્રાંતિજ નગર પાલિકા દ્રારા ૨૦૧૨થી કરોડો રૂપિયામા તૈયાર થતો હોલ નગરપાલિકાની બેદરકારીને લઈને હાલતો અર્ધ તૈયાર થયેલ હોલ અધ્ધ વચ્ચે ધુળ ખાતો પડી રહ્યો છે તો હાલતો હોલમા ના ખેલ અમુક વસ્તુઓની વોરટી પણ પુણ થઈ ગયેલ છે ત્યારે હોલ તૈયાર થઈ ગયો હોતતો આ કોરોના કાળમા નાના-મોટા પ્રસંગો સહિતના કાર્યકમો અહી થયા હોત અને પ્રાંતિજના નગરજનોને આમતેમ ભટકવાનો વારો ના આવ્યો હોત ત્યારે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ અર્ધ તૈયાર થયેલ હોલનું કામ મનથર ગતીએ ચાલતા પૂર્ણ ના થતા નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાંતિજ પાલિકા દ્રારા બાકી રહેલ કામ ઝડપી પૂર્ણ કરવામા આવે તેવી નગરજનોની માંગ પણ ઉઠવા પામી છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે પ્રાંતિજ પાલિકા હવે બાકી રહેલ કામ પૂર્ણ કરશે કે પછી હજુ નગરજનોને રાહ જોવી પડશે અને હજુ વધુ સમય અર્ધ તૈયાર થયેલ ટાઉન હોલ ધુળ ખાસે તે તો હવે આવનાર દિવસોમાં જ ખબર પડશે તૈયાર હાલતો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ હોલ ધુળ ખાય છે તેમ કહીએ તો નવાઈ નહી.

  • સંજય રાવલ

 14 ,  1