રાજ્યમાં લોકમેળા યોજાશે કે નહીં, જાણો CM રૂપાણીએ શું કહ્યું….

કોરોના હજુ ગયો નથી સાવચેતી જરૂરી

ગુજરાતમાં કોરોનાના કેસો હવે માત્ર નામના જ રહ્યા છે આગામી સમયમાં જન્માષ્ટમી સહિતના તહેવાર આવી રહ્યા છે જેને પગલે મેળા સંચાલકો અને લોકોને આશા છે કે, આ વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિતે યોજાતા લોકમેળાના આયોજન માટે રાજ્ય સરકાર પરવનાગી આપશે. આ સ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ અંગે સંકેત આપ્યો છે કે, હજુ કોરોના ગયો નથી લોકોની ભીડ એકઠી ન થાય તે જરૂરી છે. એટલું જ નહીં કોરોનાની ત્રીજી સંભવિત ત્રીજી લહેરના પગલે રાજ્યમાં કદાચ મેળાનું આયોજન ન પણ થઈ શકે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં શ્રાવણ માસમાં લોકમેળાનું અનેરું મહત્વ રહેલું છે. જોકે, કોરોનાની પ્રથમ લહેર વખતે રાજકોટ સહિત રાજ્યમાં તમામ સ્થળે લોકમેળા નહીં યોજવાનો સરકારે નિર્ણય કર્યો હતો. આમ ગુજરાતમાં સતત બીજા વર્ષે જન્માષ્ટમીના પર્વ પર લોકમેળા યોજવામાં આવશે નહીં તેવા સંકેત મુખ્યપ્રધાન વિજય રુપાણી આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે ઘટી રહ્યો છે. દૈનિક કોરોનાના કેસો માંડ 40ની અંદર નોંધાય રહ્યા છે. રાજ્યમાં કોરોના એપીસેન્ટર અમદાવાદમાં પણ સિંગલ ડીજીટમાં કેસો સામે આવી રહ્યા છે.

 55 ,  1