કઈ કંપનીમાં રોકાણ કરવું અને કઈ કંપનીમાં ન કરવું ? જાણો, વોરેન બફેટની સલાહ

જાણો, રોકાણ કરવામાં કંપનીની પસંદગી કઈ રીતે કરવી?

વોરેન બફેટ વિશે આજની દુનિયામાં સદંતર ન જાણનારા ખૂબ ઓછા હશે. એમની સંપત્તિ અને એમના મેનેજેન્ટ ફંડા વિશે જાણવા માટે લોકો ન્યુઝ લેટર, બ્લોગ્સ અને યુટ્યુબના વિડિયો સર્ચ કરતાં હોય છે. જો અમેરિકન નાગરિકોની વાત કરીએ તો એ લોકો ગૂગલ પર આશરે ૩૬૮,૦૦૦ વખત દર મહીને બફેટ વિશે સર્ચ કરે છે અને ભારતીયોની વાત કરીએ તો ૧૬૫,૦૦૦ વખત દર મહિને લોકો વોરેન બફેટ વિશે સર્ચ કરે છે. અને જો વયની દ્રષ્ટિએ સૌથી વધારે યુવાનો એમના વિશે જાણવા આતુર હોય છે.

શેરબજાર રોકાણકારો માટે હંમેશા આકર્ષણનો વિષય રહ્યું છે. શેરબજારમાં ટ્રેડિંગનો મુખ્ય સિદ્ધાંત સસ્તું લેવું અને મોંઘું વેચવાનો છે. પરંતુ શેર ક્યારે સસ્તો ગણાય તેની ગણતરી કરવી મુશ્કેલ છે. ભારતમાં લાખો રોકાણકારોએ શેરબજારમાં રોકાણ કરી રાખ્યું છે. શેરબજારમાં તરલતા વધુ છે માટે ફાયદાની સાથોસાથ જોખમ પણ વધુ છે. આવી સ્થિતિમાં શેરબજારમાં મૂડીરોકાણથી ધનવાન બનેલા વોરન બફેટે આપેલી કેટલીક સલાહોનું પાલન રોકાણકાર કરે તો ફાયદો થઈ શકે છે.

શેરના ભાવ અને વાસ્તવિક મૂલ્ય વચ્ચે શું અંતર છે?

  • શેર માટે બજાર જે રકમ ચૂકવવા તૈયાર હોય તેને શેરનો ભાવ કહેવાય છે. જે વારંવાર બદલાય છે.
  • કોઈપણ શેરના મૂલ્ય એટલે તેનો પ્રેરિત ધંધો. જે સ્થિર હોય છે અને કંપનીના કામકાજ તથા ભવિષ્ય સાથે જોડાયેલ હોય છે.
  • જ્યારે મૂલ્ય કરતા ભાવ ઓછો હોય ત્યારે ખરીદી કરો. દા. ત. જો કોઈ શેરનું વાસ્તવિક મૂલ્ય 150 રૂપિયા છે અને બજાર ભાવ 125 રૂપિયા છે, તો આ શેર તમને 25 રૂપિયા સસ્તો મળી રહ્યો છે. અલબત્ત એવું પણ નથી કે ભાવ 125 રૂપિયાથી નીચે નહી જાય.

શેરનું મૂલ્ય કેવી રીતે જાણવું?

સૌથી પહેલા વાર્ષિક સ્ટેટમેન્ટ ઉપર ધ્યાન આપો. ઝીણવટથી તપાસ કરો. વોરેન બફેટે ઉપયોગમાં લીધેલી પદ્ધતિનો ઉપયોગ પણ કરી શકાય છે.

પદ્ધતિ 1

  • શેર દીઠ નેટ લિકવિડીટી એસેટ ઉપર ધ્યાન આપો.
  • શેર દીઠ નેટ લિકવિડીટી એસેટ = અત્યારની એસેટ (રોકડ, ડેટર્સ, લિકવિડ રોકાણ) – દેણું

શેરની સંખ્યા

નિયમ: આવા કોઈપણ શેર માટે વોરેન બફેટે બે તૃતીયાંશ કિંમત ચુકવતા નથી.

પદ્ધતિ 2

હવે PE (મૂલ્યાંકન) ગ્રોથ રેશિયો જોવે છે.
PE અને ગ્રોથ રેશિયો = બજાર મૂલ્ય/ઈપીએએસ

વાર્ષિક ઈપીએસ ગ્રોથ

વાર્ષિક ઈપીએસ ગ્રોથ = ચાલુ વર્ષની ઈપીએસ – ગત વર્ષની ઈપીએસ × 100

ગત વર્ષનું ઈપીએસ

નિયમ: પીઈ ગ્રોથ રેશિયો સમાન હોય તેનો મતલબ એમ છે કે શેરનું મૂલ્ય યોગ્ય છે. જો તે એકથી ઓછું હોય તો શેર અંડરવેલ્યુ છે અને એક કરતાં હોય તો ઓવરવેલ્યુ છે.

PE: સલામતી માટેના માર્જિનનો સંકેત

ઉદાહરણ તરીકે તમે એક શેર રૂ. 550માં ખરીદી શકો છો. જેનો ઈએસપી રૂ. 50 છે. એક વર્ષમાં રૂ. 550ના રોકાણ ઉપર રૂ. 50 કમાવ છો, તો 9 ટકા વળતર કહેવાય.

આવી રીતે તો બેંક ડિપોઝીટ ઉપર 8થી 9 ટકા વળતર મળે જ છે. એ પણ જોખમ વગર. આવી સ્થિતિમાં સેફટી માટેનું માર્જિન શૂન્ય થઈ ગયું. જો આપણે જોખમ ઓછું લેવું હોય તો અંતર વધુ રાખવું જોઈએ.

નિયમ: વોરેન બફેટનું કહેવું છે કે, આ અંતર 1.25-1.5 ટકા હોવું જોઈએ.

છેલ્લે છેલ્લે: રોકાણકાર તેજીમાં દરેક શેર માટે વધુ કિંમત ચૂકવે છે. તે સમયે તેને સેફટી માટે માર્જિન પૂરેપૂરુ નથી મળતું. જોકે મંદીમાં તે વધુ મળે છે.

રોકાણ કરવામાં કંપનીની પસંદગી કઈ રીતે કરવી?

૧. કંપનીનાં ખર્ચનો અભ્યાસ કરવો.

વોરેન બફેટ એક ઈન્વેસ્ટર તરીકે કઈ કંપનીમાં રોકાણ કરવું અને કઈ કંપનીમાં ન કરવું એના વિશે કહે છે કે, બ્રાન્ડેડ પ્રોક્ડટમાં કોઈ દિવસ બદલાવ નથી આવતો. કંપનીને એમાં એક વખતના ખર્ચ પછી ઝાઝો ખર્ચ નથી કરવો પડતો અને વરસોવરસ સુધી એ જ પ્લાન્ટમાં કંપની વૃદ્ધિ થાય છે. વોરેન ઉદાહરણ આપતા સમજાવે છે કે, કોકાકોલા જેવી કંપનીને માર્કેટમાં સતત નવું આપવાનું રહેતું નથી. પ્રોડક્ટ ડીઝાઈન કરવા પણ ઝાઝો ખર્ચ કરવાનો નથી હોતો. એ કંપનીની સાપેક્ષે હેવી એન્જીયારીંગ કોઈ પણ કંપની હોય એને જો નાનો સરખો પણ ફેરફાર કરવો હશે તો ખર્ચ આવવાની શક્યતા ખૂબ વધારે રહે છે. જેથી એ કંપનીઓને બહારથી વધારે રૂપિયા લાવી રોકવા પડશે.

૨. માર્કેટ પ્રભુત્વ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવું.

પ્રોડક્ટ કે સર્વિસ પૂરી પાડતી કંપની કે જે ગ્રાહકોનાં જીભે ચડી ગઈ હોય એવી કંપનીમાં નાણા રોકવા વધારે ફાયદાકારક છે. રોજીંદા જીવનમાં જે વસ્તુ કે સર્વિસની માર્કેટમાં સતત જરૂરિયાત છે એ કંપનીમાં શ્રેષ્ઠતમ તકો રહેલી છે. જેમ કે, Pepsi, Coors

કોઈ પણ વસ્તુ સાથે કંપની પણ યાદ આવી જાય એવી કંપની વોરેનની હંમેશા પહેલી પસંદગી રહે છે. આવી કંપનીઓને ઉત્પાદનની પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કરવો નથી પડતો જેથી એમનો ઉત્પાદન ખર્ચ ઘટી જાય છે અને પ્રોફિટ માર્જિન વધે છે.

૩.લાંબા ગાળાથી માર્કેટમાં છે કે નહિ?

જ્યારે રોકાણની વાત આવે ત્યારે ખાસ કરીને કંપનીનો અનુભવ કેટલો છે એના પરથી એમાં કામ કરતા કર્મચારીઓ ની ‌‌ક્ષમતા જાણી શકાય છે. અહીં તમે ‘ જૂનું એટલું સોનું’ વાળી કહેવત લાગુ પાડી શકો.

એનો અર્થ એ નથી કે નવું તે નકામું છે પણ કંપનીને માર્કેટનો થોડો પણ અનુભવ હોય તો કંપની માર્કેટનો સમજતી હોય. કઈ રીતે માર્કેટમાં ટકી શકાય છે, માર્કેટમાં આવતા પડકારોથી એ ભલીભાંતી વાકેફ હોય તો અચાનક આવી પડતાં પડકારોને એ શાંતિથી પાર પાડી શકે.

વોરેન આ માટે ટેક્નિક એક ઉપયોગ કરે છે જે કાંઈ આ મુજબ છે. એ રોકાણ કરતા પહેલા છેલ્લા દસ વર્ષમાં કંપનીની પ્રત્યેક શેર દીઠ કમાણી હતી એ ચેક કરી લે છે.

ધારો કે, તમે રિલાયન્સમાં રોકાણ કરવા ઈચ્છો છો તો એનો ચાર્ટ કાઈ આ મુજબ છે.

જો તે કંપની સરેરાશ પ્રગતિના પંથે હોય તો નાણાં સુરક્ષિત છે અથવા તો એમ કહી શકીએ કે ઓછું જોખમ છે.અનિયમિત વધારો ગમે તેટલો આકર્ષક લાગે પણ ત્યાં જવામાં જોખમ વધારે હોય છે.

વળી જો આવી કંપની સતત ભલેને ધીમી ઝડપે આગળ વધે પણ એની પાસે એની મૂડી સરપ્લસ રહેવાની પ્રબળ શક્યતા છે. જો આ રીતે કંપની કામ કરતી હોય તો ત્યાં કામ કરતા સ્ટાફને પણ સતત અમુક પ્રોત્સાહન મળતું રહેશે જે અંતે આપને પણ લાભ આપશે.

૪. આંધળા કૂદકો ન લગાવવો.

દરેક વ્યક્તિ મર્યાદા સાથે જન્મ લે છે. આ દુનિયા જે તમામ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે એ તમામ વસ્તુમાં આપણને રસ પડે અથવા તો એ વસ્તુ વિશે આપણે જ્ઞાન હોય એવું જરા પણ જરૂરી નથી. આપણે શીખવાનો પ્રયત્ન બિલકુલ કરી શકીએ એની ના નહીં તેમ છતાંય જો ન આવડે તો સમજવું એ વસ્તુનો પ્રોગ્રામ આપણામાં ફીટ નથી થયો.

રોકાણ કરવામાં માંધાતા ગણાતા બફેટ ક્યારે પણ એવી કંપનીમાં રોકાણ નથી કરતા જેના વિશે એમને પૂરતી સમજણ ન હોય. માત્ર પૈસા જોઈને કે કંપનીની માતબર નેટ વર્થ જોઈને વોરેન આકર્ષતા નથી. આંધળું અનુકરણ કરવાથી ઘણી વખત પસ્તાવું પડે છે અને જ્યારે આપણી બચત મૂડીનું આયોજન આપણે કરવાનું આપણે વિચારતા હોઈએ ત્યારે એક્સપર્ટની સલાહ લેવી તો અનિવાર્ય જ છે સાથોસાથ થોડી સમજણ કેળવવી ખુદને પણ કેળવવી જોઈએ.

 30 ,  1