કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો દર્શાવ્યો. જેમાં ભાજપના કોઈ કાર્યકર કે નેતાને ત્યાં બે-બે હજારની નવી નોટોના થપ્પા છે. 40 ટકા કમીશન સાથે નોટબંધી વખતે બંધ કરાયેલી 500 અને 1000ની ચલણી નોટો લઈને નવી નોટો આપી રહ્યા છે. કોંગ્રેસના કપિલ સિબ્બલે એવો દાવો કર્યો કે આ વીડિયો અમદાવાદમાં કેટલાક પત્રકારો દ્વારા સ્ટિંગ ઓપરેશન દરમિયાન ઉતારવામાં આવ્યો હતો.
તેમની આ જાહેરાત અને દાવા બાદ ગુજરાત અને અમદાવાદના મીડિયા જગતમાં એવી ચર્ચા શરુ થઇ છે કે કયા પત્રકારોએ આ સ્ટિંગ ઓપરેશન પાર પાડ્યું છે? અને તેમાં જાસૂસીના કયા સાધનો કે કેમેરાનો ઉપયોગ થયો છે? વીડિયો જોતા ખમીસના બટનમાં કે પેનમાં છુપો કેમેરો લગાવીને સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સામાન્ય રીતે દિલ્હી વગેરેના મીડિયા દ્વારા આવા સ્ટિંગ ઓપરેશનો થતા હોય છે. જેમકે તહેલકા, કોબ્રા પોસ્ટ વગેરે આવા સ્ટિંગ કરે છે. પરંતુ અમદાવાદના મીડિયા જગતે પણ પ્રગતિ કરી હોય તેમ ઇન્વેસ્ટી ગેશન જર્નાલીઝમની જેમ સ્ટિંગ ઓપરેશનો શરુ કર્યા છે અને ભાજપના કોઈ નેતાનો વીડિયો ઉતાર્યો છે. બની શકે કે હવે ભાજપ દ્વારા કોંગ્રેસના કોઈ નેતાનો આવો સ્ટિંગ વીડિયો બહાર આવે તો પણ નવાઈ નહીં.
28 , 3