ગણેશજીનીમૂર્તિ લાવતી વખતે વીજ તાર ઊંચો કરતા 7ને કરંટ લાગ્યો, 2ના મોત…

(તસવીર - પ્રતિકાત્મક)
(તસવીર - પ્રતિકાત્મક)

અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 પર ન્યુ ઇન્ડિયા માર્કેટ પાસે ગણેશજી મૂર્તિ લાવતી વેળા કરંટ લાગતા 2 યુવાનના મોતના નિપજ્યા હતા. 1 યુવાનની હાલત ગંભીર છે. અન્ય 5 યુવાનો દાઝી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ જી.એચ.બી ગ્રુપના ગણેશની મૂર્તિ લાવી રહ્યા હતા. અંદાજિત 26 ફૂટ ઉંચી મૂર્તિ નડતર રૂપ હાઇટેનશન લાઈન વાયર ઉંચા કરતી વેળા કરુણાંતિકા સર્જાય હતી.

અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના જીએચબી ગ્રુપ દ્વારા સુરતથી મૂર્તિ લાવ્યા બાદ અન્સાર માર્કેટ પાસે ન્યુ ઇન્ડિયા આદર્શ માર્કેટ ખાતે ગોડાઉનમાં મૂકી તેને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જે તૈયાર થઇ જતા 4 ફૂટની ટ્રોલી પર મૂકી આજરોજ લાવવામાં આવી રહી હતી તે દરમિયાન આદર્શ માર્કેટ ખાતે પસાર થતી હાઈટેશન લાઈનમાં મૂર્તિનું માથું ફસાય જતા બાબુ વાસ વડે દૂર કરવા જતા વરસાદ વચ્ચે વાયર બાબુ વાસ માંથી સ્લીપ થી વાયર મૂર્તિ પર પડતાજ વીજ કરંટ ઉતાર્યો હતો. જે કંરટ 8 જેટલા યુવાનો લાગતા ત્યાંજ ટ્રોલી અને મૂર્તિ પર ચોંટી ગયા હતા અને સ્થાનિક લોકો દોડી આવી વાયર ઉંચો કરતા યુવાનોનો છુટકારો થયો હતો પરંતુ તે પૂર્વે 2 યુવાનનું મોત થયું હતું જ્યારે એક યુવાનની હાલત અત્યંત ગંભીર જોવા મળી રહી છે. તો 5 યુવાનો સારવાર હેઠળ છે. પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

(અતુલ પટેલ – પ્રતિનિધિ મહેસાણા)

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી