ખાતરના ભાવ વધારા પર સરકારની ખેડૂતોને મોટી રાહત

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની મોટી જાહેરાત

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખાતરનાં ભાવ અંગે અસમંજસ જેવી સ્થિતિ વચ્ચે ભાવ વધારાથી ખેડૂતોની કમર તૂટી રહી છે .આ વચ્ચે ગુજરાતના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ આજે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ખેડૂતો પર ખાતર વધારોનો કોઈ પણ બોજ નાખવામાં આવશે નહીં. સરકાર ખાતરની સબસિડીમાં વધારો કરી પહેલા પ્રમાણે જ હાલ ખેડૂતોને ખાતર મળી રહે તે માટે કટિબધ્ધ છીએ. સાથે જ તેમણે કયા ખાતરની સબસીડીમાં સરકારે કેટલો વધારો કર્યો તેની પણ માહિતી આપી હતી.

સરકારની જાહેરાત બાદ ખેડૂતોને પહેલાના ભાવે જ હવે ખાતર મળી રહેશે ભાવ વધારો થતાં સામે સબસિડીમાં પણ વધારો થયો છે. ખાસ કરીને યુરિયા અને ડીએપી ખાતરનો ખેડૂતો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. આંતર રાષ્ટ્રીય કક્ષાએ ખાતરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. જે બાદ ભારતમાં પણ ખાતર કંપનીઑએ ભાવ વધારો ઝીકયો હતો. પણ સરકારે સબસિડીની વધારી ખાતર કંપનીઑને ભાવ વધારો પાછો ખેચવા સૂચના આપી છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી