અમરેલી શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ, બુલેટ પર આવેલા બે શખ્સોએ કર્યો ગોળીબાર

બિપીન ટેઇલર પાસે શખ્સોનું ફાયરીંગ, પોલીસે હાથધરી તપાસ

અમરેલી શહેરમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. બુલેટ પર આવેલા બે માથાભારે શખ્સોએ શહેરમાં આવેલા રામજી મંદિર નજીક આવેલી બીપીન ટેઇલર નામની દરજીની દુકાન પર ફાયરિંગ કરીને ફરાર થઇ જતાં સીટી પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. જ્યારે ઇજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમરેલી શહેરમાં રામજી મંદિર ચોકમાં આવેલ એક દરજીની દુકાન માલીક બીપીનભાઇ (બીપીન ટેઇલર) નામની દુકાન ધરાવતા ગઇકાલે જુનાગઢ વાળી બસમાં આવતા હતા. ત્યારે બેફામ બસ ચલાવતા બસ ડ્રાઇવરને બસ અમરેલી ધીમી ચલાવવા બાબતે બોલાચાલી થતા તે બાબતનું રાગદ્રેશ રાખી આજે સવારે અગિયાર વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સો એક બુલેટ મોટર સાયકલ પર આવીને દુકાનદારને દુકાનમાં પોતાનું કામ કરતો હતો.

ત્યારે ગાળો બોલી તમંચામાંથી ફાયરીંગ કરીને બીજા શખ્સે લોખંડના પાઇપ મારી તથા ટેબલ વડે માર મારી માથા ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે અમરેલી દવાખાને દાખલ કરેલ છે. આ બનાવ અંગે સીટી પીઆઇ ચૌધરી વધુ તપાસ ચલાવી રહયા છે. આ બનાવ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરેલ છે.

 62 ,  1