કોરોનાના નવા ડેલ્ટા વેરિયન્ટ અંગે WHOના ચીફે આપી ચેતવણી

તેજીથી ફેલાતો વેરિએન્ટ, આ લોકોને શિકાર બનાવે

દેશમાં કોરોના વાયઈરસની બીજી ધાતક લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે ત્યાં બીજી બાજુ કોરોનાના નવા ડેલ્ટા વેરિયન્ટ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે ભારતમાં પહેલી વાર મળેલા ડેલ્ટા વેરિયન્ટ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અદહાનોમે ચેતવણી આપતા કહ્યું કે, ડેલ્ટા જે તેજીથી ફેલાતો વેરિએન્ટ છે જેના પગલે કોરોનાની મહામારી સૌથી ખતરનાખ દોરમાં પહોંચી શકે છે.

ટેડ્રોસ અદહાનોમે કહ્યું કે અમુક દેશોમાં વેક્સિનનો દર નીચો જે ચિંતાજનક છે. ડેલ્ટા વેરિયન્ટ એમને ઝડપથી શિકાર બનાવે છે જેમને રસી નથી લીધી. પરિણામે WHOએ રસીકરણના અભિયાનને તેજીથી વધારવા અપીલ કરી છે. તેમજ કબ્યું કે, જે દેશોમાં રસીનો દર ઓછો છે જ્યાં હોસ્પિટલોમાં ફરીથી ભયંકર સ્થિતિ જોવા મળી શકે છે.

ટેડ્રોસે શુક્રવારે સંવાદદાતા સંમેલનમાં કહ્યું- ડેલ્ટા જેવું સ્વરૂપ વધુ સંક્રામક છે અને ઘણા દેશોમાં તે ફેલાય રહ્યું છે. આ સાથે આપણે મહામારીના ખતરનાક તબક્કામાં છીએ. ગેબ્રેયસસે કહ્યુ- કોઈપણ દેશ અત્યારે ખતરાથી બહાર નથી. ડેલ્ટા સ્વરૂપ ખતરનાક છે અને સમયની સાથે વધુ બદલાય રહ્યો છે જેના પર સતત નજર રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ડેલ્ટા સ્વરૂપ ઓછામાં ઓછા 98 દેશોમાં સામે આવ્યું છે અને તે દેશોમાં ઝડપી ફેલાવો થઈ રહ્યો છે, જ્યાં રસીકરણ ઓછું થયું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફે કહ્યુ- જન સ્વાસ્થ્ય અને સામાજિક ઉપાયો જેમ કે નજર રાખવી, શરૂઆતી સ્તર પર બીમારીની ઓળખ કરવી, ક્વોરેન્ટાઈન અને સ્વાસ્થ્ય દેખરેખ હજુ મહત્વપૂર્ણ છે. ડબ્લ્યૂએચઓના ડાયરેક્ટર જનરલે કહ્યુ કે, માસ્ક લગાવવું, સામાજીક અંતર, ભીડ વાળી જગ્યાઓછી બચવુ અને ઘરોને વેન્ટિલેટેડ રાખવાની પર્યાપ્ત વ્યવસ્થા મહત્વની છે. તેમણે દુનિયાભરના નેતાઓને વિનંતી કરી કે તે એકસાથ મળીને નક્કી કરે કે આગામી વર્ષ સુધી દરેક દેશની 70 ટકા વસ્તીને કોરોના વિરોધી રસી લગાવવામાં આવે.

તેમણે કહ્યું, મહામારી ખતમ કરવા, લોકોના જીવન બચાવવા, વૈશ્વિક આર્થિક રિકવરી તથા ખતરનાક સ્વરૂપોને પેદા થવા રોકવાની આ સૌથી સારી રીત છે. આ સપ્ટેન્બરના અંત સુધી અમે નેતાઓને બધા દેશોની ઓછામાં ઓછી 10 ટકા વસ્તીનું રસીકરણ કરવાની વિનંતી કરી રહ્યાં છીએ. ડબ્લ્યૂએચઓએ આ સપ્તાહે કહ્યું હતું કે સૌથી પહેલા ભારતમાં જોવા મળેલું ડેલ્ટા સ્વરૂપ ઓછામાં ઓછા 100 દેશોમાં સામે આવ્યું છે.

 117 ,  1