જાણો કોણ છે ન્યૂઝીલેન્ડમાં હત્યાકાંડનો આરોપી, 49 લોકોને ઉતાર્યા મોતને ઘાટ

BrentonTarrant

વિશ્વમા આંતકવાદી હુમલાઓ સતત વધી રહ્યા છે. ત્યારે હવે ન્યૂઝીલેંડમા પણ આંતકવાદ દ્ધારા આત્મઘાતી હુમલો કરવામા આવ્યો છે. ન્યૂઝીલેંડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ગોળીબારમાં સર્જાયેલા સામુહિક હત્યાકાંડે વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી છે. શુક્રવારના રોજ શહેરની 2 મસ્જીદોમાં હુમલાખોરે આડેધડ ગોળીબાર કરીને 49 લોકોની હત્યાઓ કરી હતી. આ હુલમાખોરનું માન બ્રેંટન ટૈરેંટ છે, તેણે હુમલાનું ફેસબુક પર લઈવ સ્ટ્રિમિંગ પણ કર્યું હતું. ટેરેંટે ગુરૂવારે રાત્રે જ ફેસબુક પોસ્ટ કરીને હુમલાની વાત કરી હતી. આ મામલે ટેરેંટ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક મહિલા પણ શામેલ હતી.

આંકવાદીનો જન્મ થયો ઓસ્ટ્રેલિયામાં

તેણે પોતાના ઈરાદાઓ જાહેર કરતો 37 પાનાનો એક મેનિફેસ્ટો પણ લખ્યો છે, જેનું શિર્ષક છે -‘ધ ગ્રેટ રિપ્લેસમેંટ’ એટલે કે મહાન પરિવર્તન. તેણે આ મેસેજ એક બોર્ડ વેબસાઈટ પર પોસ્ટ પણ કર્યો હતો. માટે અત્યાર સુધીમાં બ્રેંટન ટૈરેંટને લઈને જે કોઈ પણ જાણકારી સામે આવી રહી છે તે તેની ફેસબુક પ્રોફાઈલ પર આપવામાં આવેલા પરિચય અને મેનિફેસ્ટો પર આધારીત છે. જોકે 28 વર્ષનો મુખ્ય આંતકવાદી બેંટન ટેરેંટ ઓસ્ટ્રેલિયામાં જન્મેલો છે.

‘સાધારણ શ્વેત વ્યક્તિ’હુમલાખોરે પોતાને ગણાવ્યો

‘હુમલા કેમ કરવામાં આવ્યો આ શીર્ષક હેઠળ તેણે લખ્યું છે કે, આ ‘વિદેશી આક્રમનકારીઓ દ્વારા હજારો લોકોના મોત’નો બદલો લેવા માટે છે.‘બ્રેંટન ટેરેંટે પોતાનો પરિચય’28 વર્ષના એક સાધારણ શ્વેત વ્યક્તિ’ તરીકે આપ્યો છે, જેનો જન્મ ઓસ્ટ્રેલિયામાં એક સામાન્ય પરિવારમાં થયો હતો.

તેણે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, હું આક્રમણકારીઓ વિરૂદ્ધ હુમલા કરીશ અને ફેસબુક દ્વારા હુમલાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરીશ. હુમલા પહેલા પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે, જો હું હુમલામાં જીવતો ના બચુ તો તમને મારી અલવિદા’.બ્રેંટન ટેરેંટેએ ગુરૂવારે રાત્રે જ ફેસબુક પર પોસ્ટ લખીને હુમલાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેણે એ પોસ્ટમાં દાવો પણ કર્યો હતો કે હુમલાને તે ફેસબુક પોસ્ટ પર લાઈવ દેખાડશે.

2 વર્ષ પહેલા ષડયંત્ર રચવાનો દાવો

37 પાનાના દસ્તાવેજમાં હુમલાખોરે દાવો કર્યો છે કે, તે છેલ્લા 2 વર્ષોથી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચતો હતો. તેણે એ પણ દાવો કર્યો છે કે, 3 મહિના પહેલા જ તેણે હુમલાના સ્થળની પસંદગી કરી લીધી હતી.

 134 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી