મોરબી પાલિકાના પ્રમુખ પદનો તાજ કોણા શિરે : આવતીકાલે થશે ફેસલો

પાટીદાર સમાજની બાદબાકીના સંકેત: સતવારા, બ્રાહ્મણ કે લોહાણાને લોટરી લાગશે ?

મોરબી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે આવતીકાલે પાલિકાની અંદર ચૂંટણી યોજાવાની છે ત્યારે પહેલા ભાજપ દ્વારા કોના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેને લઈને હાલમાં ઘણા પ્રશ્નો ઊભા છે ત્યારે અંગત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જીલ્લામાં પાટીદાર સમાજનું સંગઠન અને રાજકીય ક્ષેત્રે પ્રભુત્વ છે પરંતુ નગરપાલિકાની અંદર પ્રમુખ પદ પાટીદાર ન મળે તેવા સમીકરણો હાલમાં ગોઠવાયા છે અને પાલિકાના પ્રમુખ પદ માટે લોહાણા, બ્રાહ્મણ કે પછી સતવારા સમાજમાંથી કોઇપણ મહિલાની પસંદગી કરવામાં આવે અને તેને પાલિકાના પ્રમુખ તરીકે કામ કરવા માટેની તક મળે તેવી શક્યતા છે જો કે, આજે સાંજ સુધી નામ જાહેર કરી દેવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે

મોરબી નગરપાલિકાની બાવન બેઠકો માટે થોડા સમય પહેલા ચૂંટણી યોજાઈ હતી જેમાં લોકોએ ભાજપ તરફી મતદાન કરીને બાવન બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા બનાવ્યા છે ત્યાર બાદ હવે નગરપાલિકાની અંદર ભાજપ સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહ્યો છે ત્યારે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટેની કવાયત મોવડી મંડળ દ્વારા કરવામાં આવી રહી છે જેથી કરીને થોડા દિવસોથી પાટીદાર સમાજ અને સતવારા સમાજ દ્વારા લોબિંગ કરવામાં આવતું હતું અને પાટીદાર કે પછી સતવારા સમાજ નથી કોઈપણ મહિલાને પાલિકાના પ્રમુખ તરીકેની જવાબદારી સોપવામાં આવે તેના માટે થઈને લાગુ પડતા તમામ આગેવાનો અને ગોડફાધરને રજૂઆતો કરવામાં આવી હતી અને ભલામણ કરવામાં આવી હતી.

જોકે અંગત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાની અંદર વર્તમાન રાજકીય સમીકરણની વાત કરીએ તો આ સાંસદ પાટીદાર સમાજમાંથી, મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પાટીદાર સમાજમાંથી અને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ પદ ઉપર પણ પાટીદાર સમાજમાંથી આગેવાનને મુકવામાં આવેલ છે જેથી કરીને મોરબી નગરપાલિકામાં પ્રમુખ પદ માટે પાટીદાર સમાજની બાદબાકી કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે.

તેની સાથોસાથ જો વાત કરીએ તો સતવારા સમાજમાંથી પણ ૧૨ જેટલા સદસ્યોનો ચૂંટાયેલા છે જેમાંથી છ મહિલાઓ છે જે છ પૈકી કોઈપણ એક મહિલાને પ્રમુખ પદ આપવામાં આવે તેના માટે સતવારા સમાજના આગેવાનો દ્વારા ભાજપના લાગુ પડતા રાજકીય આગેવાનોને રજૂઆત અને ભલામણ કરવામાં આવી હતી.

જોકે સતવારા સમાજમાંથી ચૂંટાયેલ મહિલાઓ અને લોહાણા સમાજ તેમજ બ્રહ્મસમાજ સહિત અન્ય સમાજમાથી ચૂંટાયેલ મહિલાના શિક્ષણને મોવડી મંડળ દ્વારા ધ્યાનમાં લેવામાં આવે પસંદગીનો કળશ સતવારા સમાજ સિવાયના સમાજની મહિલા ઉપર ઢોળવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે તેની સાથોસાથ ઉપપ્રમુખની જો વાત કરીએ તો નગરપાલિકામાં ઉપપ્રમુખ પદ માટે ક્ષત્રિય સમાજમાંથી નામ ફાઇનલ કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે

 16 ,  1