કોંગ્રેસમાં છેલ્લે કોણ કોણ રહેશે..? ચલો લગાવ શરત…?!

ભાજપની સીધી વાત- દરવાજા ખુલ્લા..કેસરી ખેસ તૈયાર..

જિતિનપ્રસાદ જેવા કેટલા “કચરા” છે અને હશે કોંગ્રેસમાં…?

યુપીમાં ફરી કેસરી અને ફરી મોદીના નામે વોટ મળશે..

ગોરખપુરના મઠમાં યોગીની ગાદી સલામત છે…!

ભાજપ ગાંધીજીનું સ્વપ્ન પૂર્ણ કરશે-કોંગ્રેસમુક્ત ભારત,,

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

2022માં ગુજરાત સહિત 6 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. યુપી, ગોવા, મણીપુર, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ચૂંટણીઓનો બ્યૂગલ વાગે તે પહેલાં પક્ષ અને સરકારની અંદર હલ અને ચલ શરૂ થઇ ગઇ છે. ધ્યાન એ તરફ હતું કે પંજાબમાં નવજોત સિધ્ધુ પોતાની કોંગ્રેસ સરકારમાં કંઇક નવા જુની કરે એવા એંધાણની વચ્ચે ધડાકો થયો યુપીમાં. યુપીમાં કોંગ્રેસના એક મોટા ગજાના બ્રાહ્મણ નેતા જિતિનપ્રસાદ ભાજપમાં જોડાઇ ગયા અને તે સાથે યુપી સરકારમાં યોગીને લઇને વિવિધ અટકળો ગંગાના પ્રવાહની જેમ વહેતી થઇ છે. યોગી મહારાજનું શું થશે એ તો યોગી અને તેમની રાજયોગવાળી કુંડળી જ જાણે…

બંગાળમાં ભાજપે મજબૂત નેતા મમતાદીદીના પક્ષમાં જબરજસ્ત ગાબડાં પાડ્યા. દીદીના વિશ્વાસુને લઇ આવ્યાં અને દીદીની સામે જ વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યાં. બંગાળ પત્યુ ત્યાં હવે ફોક્સ-યુપી.2017માં માર્ચમાં 7 તબક્કામાં યોજાયેલી યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 403માંથી 311 બેઠકો અને સાથી પક્ષોએ મળીને 324 બેઠકો મેળવીને યુપીની બાગડોર યોગી આદિત્યનાથને સોંપી. અને હવે તેમને બદલવાની અટકળો વચ્ચે બંગાળની જેમ કોંગ્રેસમાં ગાબડા પાડવાની શરૂઆત થઇ છે. જિતિનપ્રસાદ પોતે 3 વખત ચૂંટણી હારી ચૂક્યા છે. પણ બ્રાહ્મણ ચહેરા તરીકે યુપીમાં ચાલશે એમ કહીને તેમને ભાજપમાં પ્રવેશ અપાયો છે. આ અગાઉ બ્રાહ્મણ ચહેરા તરીકે રીટા બહુગુણા જોષી ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસે, જિતિનપ્રસાદ ભાજપમાં ગયા પછી તેમના વિષે ટીપ્પણી કરી- કચરો ગયો..! તો શું તમે એ “કચરા”ને સંઘરીને બેઠા હતા.?..આવા કેટલા “કચરા” છે અને હશે કોંગ્રેસમાં…?

જિતિનપ્રસાદના ભાજપ પ્રવેશ પછી કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે પોતાના પક્ષે ચેતવણી આપી-પ્રસાદ પોલીટીક્સ શરૂ થઇ ગયું છે…અબ ભી વક્ત હૈ…પાર્ટી કો બચાલો…પણ પાર્ટી સાંભળે તો ન..? ભાજપે 130 વર્ષ કરતાં વધુ જુની પાર્ટીને બેનકાબ કરી નાંખી છે. કોંગ્રેસના ભલભલા સિંધિયા જેવા નેતાઓ અને ધારાસભ્યોને કોંગ્રેસમાંથી ભાજપમાં લઇ આવ્યાં. સરકારો બનાવી. મધ્યપ્રદેશ અને કર્ણાટક તેના દાખલા છે.

યુપીમાં ચૂંટણી પહેલાં હજુ કોંગ્રેસમાં ગાબડા નહીં પડે એમ રાહુલ ગાંધી પણ સીના ઠોક કે નહીં કહ શકતે. કારણ કે તેમને કદાજ ખબર હશે કે તેમના વાળા કેવા છે..!! માત્ર કોંગ્રેસ જ નહીં પણ યુપીમાં સપા અને બસપામાં પણ નેતાઓનું આવન-જાવન શરૂ થશે. પણ સૌથી વધારે ગાબડા પડશે કોંગ્રેસમાં. પ્રિયંકા ગાંધીની સાથે ફરનારા યુપીના નેતાઓ રાતોરાત વફાદારી બદલી નાંખે પણ નવાઇ નહીં. કેમ કે આ કોંગ્રેસ છે..યહાં હરરોજ કોઇ ન કોઇ હોતા હૈ હાદસા…! સિબ્બલ, આનંદ શર્મા, ગુલામનબી આઝાદ કહી કહીને થાક્યા પણ હાઇટ પર બેઠલા કમાન્ડનું પાર્ટીમાં જાણે કે કોઇ કમાન્ડ જ નથી. લોકો ભાજપથી કંટાળીને ક્યાં જશે….કોંગ્રેસને જ વોટ આપશે…..એવી માનસિકતાની વચ્ચે ઝાડુવાળી પાર્ટી ગુજરાતમાં ઘૂસી ઘઇ…હૈદ્રાબાદી ઔવેસી ત્યાંથી અમદાવાદ આવીને અમ્યુકોની ચૂંટણીમાં 7 બેઠકો જીતી લે છે. આપ પાર્ટીએ 27 બેઠકો જીતી. સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં કોંગ્રેસના નામનું નામુ લખાઇ ગયું છે. એકપણ સીટ નહીં…! દિલ્હીના કેજરીવાલની પાર્ટીને સુરત મ્યુનિ. કોર્પો.માં વિપક્ષના નેતાનું પદ મળ્યું અને હવે વિધાનસભાની તૈયારીઓ….!

હાઇકમાન્ડની નિષ્કિયતા અને નબળાઇ જોઇને પાર્ટીના ઘણાં નેતાઓ મનમાં એમ વિચારતા હશે કે પક્ષમાં ગાબડા પડે છે અને પક્ષના વફાદારો સામેની પાર્ટીમાં જઇને પક્ષની પોલ ખોલી નાંખે છે છતાં કોઇને રોકવામાં કેમ આવતા નથી અને પક્ષના હાઇ-કમાન્ડને જિતિનપ્રસાદ જેવા સિનિયર નેતા એકાએક પાર્ટી છોડીને ભાજપમાં જોડાય તો તેનો અણસાર હાઇ અને કમાન્ડને નહીં મળતો હોય…!? જો હાઇ-કમાન્ડને એવો અણસાર પણ ના મળે તો તે બદલ ભાજપને વંદન અને અભિનંદન…! સિક્રેટ પોલીટીકલ ગેમમાં ભાજપ કોન-ગ્રેસ કરતાં આગળ છે તેમાં કોઇ બેમત નથી. ક્યાંય એવુ ના બને કે છેલ્લે એક જ પરિવારના ઇન,મીન અને તીન સભ્યો જ રહી જાય..!

ભારતના રાજકારણમાં એક વણલેખ્યો નિયમ છે કે જે યુપી જીતે એ દિલ્હી સર કરે. દિલ્હીની રાજગાદીનો રસ્તો વાયા લખનૌ થઇને જાય છે. 2014 અને 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીનું જ પ્રતિનિધિત્વ કર્યું છે. અને 2024ની તૈયારીરૂપે 2022માં ફરી યુપી જીતવા જિતિનપ્રસાદ સહિતનાઓને આવકારવા કમલમના દરવાજા ખોલ્યા છે., કેસરી ખેસ તૈયાર છે…આવો પહેરો અને પંજાને હરાવો…! ભાજપની સીધી વાત અને સીધો નિયમ છે. જે પંજાને પરાસ્ત કરે એ અમારો દોસ્તાર. પછી કોઇપણ પાર્ટીમાંથી આવે તો વેલકમ…અને પંજાવાળી પાર્ટીમાંથી આવે તો મોસ્ટ વેલકમ…!

બંગભૂમિમાં કેસરિયો બાલમ ભલે સત્તા સુધી પહોંચી શક્યો નથી પણ યુપીમાં તો ડંકે કી ચોટ પર…આ વખતે 403માંથી 311 નહીં પણ તેના કરતાં વધારે અને વિધાનસભામાં કોંગ્રેસને કેટલી બેઠક મળશે એ માટે તો શરત જ લગાવવી પડે. પ્રિયંકા ગાંધી બીજી ઇન્દિરા ગાંધી બનીને મહિલાઓના મતો મેળવવા માટે મેદાનમાં ઉતરે કે રાહુલ રાજીવ બનીને યુવાઓને મળે પણ પરિણામ નક્કી છે- ફરી કેસરી….ફરી મોદીના નામે વોટ મળશે…નહીં કે યોગીના નામે…! યોગી ભલો અને તેનો ગોરખપુરનો મઠ ભલો…! વારૂ, હર હર ગંગે વાળા રાજ્યમાં પંજાને કેટલી બેઠકો મળશે..? પતંગની ભાષામાં કહીએ તો એક કોડી જેટલી બેઠકો મળે તો ગંગા નાહ્યા…!

 68 ,  1