રવિ શાસ્ત્રી બાદ ભારતીય ટીમના નવા કોચ કોણ બનશે?

આ પૂર્વ ક્રિકેટર ફરી બની શકે છે કોચ…

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ યુએઇ અને ઓમાનમાં રમાનારા ICC ટી-20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે તેમણે આગળ આ પદ પર રહેવાનો ઇનકાર કરી દીધો છે જેને પગલે BCCI નવા કોચની શોધમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રહી ચૂકેલા અનિલ કુંબલે ફરી એકવાર મુખ્ય કોચ તરીકે વાપસી કરી શકે છે. અહેવાલો અનુસાર, કુંબલેએ મુખ્ય કોચ બનવાની સંમતિ પણ વ્યક્ત કરી છે.

એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, “આ કોઈ રહસ્ય નથી કે અનિલ કુંબલેએ મુખ્ય કોચ તરીકેના પહેલા કાર્યકાળમાં વધુ સારું કામ કર્યું હતું. જો કે હવે તે પૂર્વ કેપ્ટન કુંબલે પર જ નિર્ભર છે કે તે બીજી વખત ટીમ ઇન્ડિયાના કોચ બનશે કે નહીં.

અનિલ કુંબલે 2017માં ઈન્ડિયન ક્રિકેટ ટીમના હેડ કોચ પદેથી રાજીનામુ આપી દીધુ હતું. રાજીનામુ આપતા અહેવાલો સામે આવ્યા હતા કે, કપ્તાન કોહલી અને કોચ કુંબલે વચ્ચે મતભેદ હતો. જે બાદ BCCI રવિ શાસ્ત્રીને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનાવ્યા હતા. ટી-20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCIએ કુંબલે અને લક્ષ્મણનો સંપર્ક કરતાં પહેલાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેનો પણ સંપર્ક કર્યો હતો. જયવર્દને શ્રીલંકા ટીમ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઇન્ડિયન્સને કોચિંગ આપવામાં રસ ધરાવે છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી