ભાજપે રોજગારીનો મુદ્દો કેમ સંકલ્પ પત્રમાં સામેલ ન કર્યો ?

2014ની ચૂંટણીમાં ભાજપે સંકલ્પ પત્રમાં સત્તા મળે તો વર્ષે બે કરોડને રોજગારી આપવાની વચન આપ્યું હતું. પરંતુ પાંચ વર્ષ બાદ જયારે ફરીથી સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું ત્યારે રોજગારીનો મુદ્દો જ ભાજપના ઢંઢેરામાં ગાયબ હતો.

ભાજપ દ્વારા ગઈકાલે સોમવારે 75 મુદ્દાઓને આવરી લેતો સંકલ્પ પત્ર જાહેર કરાયો જેમ રામમંદિર, તીન તલાક, કલમ 370 વગેરેનો સમાવેશ હતો. પરંતુ સૌની નજર રોજગારીના મુદ્દા પર હતી. જો કે 50 પાનાંના સંકલ્પ પત્રમાં રોજગારીનો મુદ્દો ગાયબ જોવા મળ્યો. તેની સારી એવી ચર્ચા મીડિયામાં અને રાજકીય પક્ષોમાં થઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે રાહુલ ગાંધીએ રોજગારીની મુદ્દો ઉછાળ્યો હતો. તેમણે ભાજપના જ દવાઓને પડકારીને કહ્યું હતું કે રોજગારી આપવાનો ચીન સૌથી આગળ છે પરંતુ ભાજપ સરકાર પાછળ છે. આ મુદ્દો ધીમે ધીમે પકડતો ગયો અને છેવટે એક એવું ચિત્ર ઉપસી આવ્યું કે રોજગારીના મોર્ચે એનડીએની સરકાર સફળ થઇ નથી.

કોંગ્રેસે પણ પોતાના ઢંઢેરામાં રોજગારીના મુદ્દાને મહત્વ આપીને સત્તા મળ્યાના સાત આઠ મહિનામાં જ 22 લાખ લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું છે. પરંતુ ભાજપના ઢંઢેરામાં રોજગારીનો કોઈ ઉલ્લેખ કરાયો નથી.

 109 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી