પીડિતાનાં પત્રને મારા સુધી પહોંચાડવામાં આટલી વાર કેમ લાગી? CJI નારાજ

ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટ આવતી કાલે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પીડિતાના મેડિકલ રિપોર્ટ પણ મેળવી લીધા છે. બુધવારે સુનાવણી દરમિયાન સીનિયર વકીલ વી ગિરિએ કહ્યું છે કે, આ કેસને ઉત્તર પ્રદેશથી ટ્રાન્સફર કરી દેવો જોઈએ. સીજેઆઈએ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી પાસેથી જવાબ માંગ્યો છે કે, ઉન્નાવ રેપ પીડિતાના પરિવાર તરફથી 12 જુલાઈ દ્વારા લખવામાં આવેલા પત્રને સામે લાવવામાં આટલી વાર કેમ થઈ?

નોંધનીય છે કે, ઉન્નાવ રેપ પીડિત પરિવાર રવિવારે કાર એક્સિડન્ટમાં ઘાયલ થયો તે પહેલાં જ તેમણે સીજેઆઈને સંબોધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં આરોપીઓ દ્વારા સતત ધમકી આપવામાં આવી રહી છે અને તેમને જીવનું જોખમ હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ આ પત્ર સીજેઆઈ સુધી પહોંચવામાં ઘણો સમય થઈ ગયો હતો.

રવિવારે પીડિત પરિવારને થયેલા કાર એક્સિડન્ટમાં પીડિતાના કાકી અને માસીનું મોત થઈ ગયું છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી