‘કેમ પોલીસને અમારી બાતમી આપે છે?’ બાતમીદાર પર લુખ્ખાનો હુમલો

ફરિયાદ ન કરવા ધમકી આપી, ગોમતીપુરમાં ફરિયાદ બાદ તપાસ શરૂ

ગોમતીપુર પોલીસના બાતમીદાર એવા આધેડને બે યુવકોએ ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ‘પોલીસને કેમ બાતમી આપે છે, પોલીસ અમને હેરાન કરે છે’ તેમ કહી આ બંને શખ્સોએ આધેડ પર તુટી પડ્યા હતા. બાદમાં ‘હવે ફરિયાદ કરશે તો મારી નાખશે’ તેવી ધમકી આપી બને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, પોલીસના બાતમીદારો જ અસુરક્ષિત હોવાની ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે, તો બીજી બાજુ પોલીસનો ડર લુખ્ખા તત્વોમાં ન હોવાનું ચિત્ર પણ ઉપસી આવ્યું છે. જોકે, પોલીસ આ કેસમાં ક્યા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા 54 વર્ષીય ઉસમાનખાન પઠાણ રીક્ષા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉસમાનખાનના ઘર પાસે ઇરફાન ઉર્ફે ડેડી તથા જુનેદ ઉર્ફે અંડા નામના બે લોકો રહે છે. બે દિવસ અગાઉ આ ઇરફાન ઉર્ફે ડેડીએ આવીને ઉસમાનખાનને ધમકી આપી કે “તું પોલીસને મારી બાતમી આપે છે અને પોલીસ મને હેરાન કરે છે”. બાદમાં આ બાબતે બોલાચાલી કરી ઇરફાન ઉર્ફે ડેડી એ મારવાની ધમકી આપતા ઉસમાનખાન તેની પુત્રીના ઘરે જતા રહ્યા હતા.

આજે જ્યારે ઉસમાનખાન તેમનું બાઇક લઈને આ વિસ્તારમાં ચા પીવા નિકળયા હતા. ત્યારે રસ્તામાં લાલ કલરની એક ગાડી તેમની પાસે આવી હતી. તેમાંથી ઇરફાન ઉર્ફે ડેડી અને જુનેદ ઉર્ફે અંડો નિકલ્યા હતા. આ બને શખસોએ ઉસમાનભાઈને ધમકી આપી કે કેમ અમારી બાતમી પોલીસને આપે છે? તેમ કહી ઉસમાનભાઈને માર માર્યો હતો. ગાડીમાંથી આ શખસોએ હથિયાર બેઝબોલ કાઢી ઉસમાનભાઈને માર માર્યો હતો અને ધમકી આપી કે હવે પોલીસ પાસે ફરિયાદ કરવા જઈશ તો જાનથી મારી નાખીશ.

તેવામાં ઉસમાનભાઈ ને કેટલાક લોકોએ મારમાંથી છોડાવ્યા બાદ તેઓએ આ અંગે ફરિયાદ આપતા ગોમતીપુર પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 27 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર