ઝારખંડ કે સીએમ કો ગુસ્સા ક્યોં આતા હૈ..બોલો, વડાપ્રધાન પર બગડ્યા..!

“મોદી ફોનમાં પણ મન કી બાત જ કરે છે અમારૂ સાંભળતા જ નથી..”

ઝારખંડના સીએમ હેમંત સોરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બગડ્યા છે. સોરેને દાવો કર્યો કે મોદી ફોન પર પણ ‘મન કી બાત’ જ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ગુરુવારે તેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, પીએમે તેમને ફોન કરેલો, પરંતુ કામની વાત કરવાને બદલે માત્ર મનની વાત જ કરી હતી. ગુરુવારે પીએમે આંધ્ર, ઓડિશા અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે ફોન કર્યા હતા.

પીએમ સાથે વાત થયા બાદ હેમંત સોરેને એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘આજે માનનીય પ્રધાનમંત્રીજીએ ફોન કર્યો. તેમણે માત્ર પોતાના મનની વાત કરી. સારું થાત કે તેઓ કામની વાત કરત, અને કામની વાત સાંભળત.’ ઝારખંડના સિનિયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફોન પર સોરેનને બોલવાનો મોકો ના અપાતા તેઓ નારાજ થયા હતા. ફોન પર માત્ર પીએમે જ કોરોના પર વાત કરી હતી.

ઝારખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી લઈને કોરોનાને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. દેશના જે ટોપ ટેન જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ કેસના 75 ટકા કેસ નોંધાઈ રહ્યા છે તેમાં ઝારખંડનો પણ સમાવેશ થાય છે. ઝારખંડ ઉપરાંત, મહારાષ્ટ્ર, યુપી, કર્ણાટક, દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, તમિલનાડુ અને રાજસ્થાનમાં પણ નવા કેસો, એક્ટિવ કેસ તેમજ મૃત્યુઆંકને લઈને ગંભીર સ્થિતિ છે.

 71 ,  1