માત્ર ફટાકડા પર જ ઘાત કેમ? ઓટો મોબાઇલ અને કાર પણ વાતાવરણને પ્રદૂષિત કરે છે: SC

દેશમા દિવાળી હોય કે પછી કોઈ પણ તહેવાર ફટાકડા તો જરૂરથી ફોડવામા આવે છે, પરંતુ ઘણીવાર ફટાકડાને લઈને પણ પ્રતિબંધ લગાવવામા આવે છે, ત્યારે મનમા પણ પ્રશ્ન જરૂરથી થાય છે કે શું ફકક્ત ફટાકડાથી જ પ્રદૂષણ ફેલાઈ રહ્યુ છે? ત્યારે બીજો પ્રશ્ન એ ગુંચવાય રહ્યો છે કે કોઈ અન્ય વસ્તુથી પ્રદૂષણ નથી ફેલાતુ. ત્યારે આજ અંગે સુપ્રમી કોર્ટે અગત્યની સુનવણી કરી છે.

દેશમાં ફટાકડાના વેચાણ, ઉત્પાદન અને તેને રાખવા પર પ્રતિબંધ લગાવવાની માંગના સંબંધમાં આજે સુપ્રિમ કોર્ટે કહ્યું કે, માત્ર ફટાકડા ફોડવાથી પ્રદૂષણ નથી ફેલાતુ. કાર અને ઓટો મોબાઇલ ખૂબ મોટા પ્રમાણમાં વાતાવરણને પ્રદૂષિત કરે છે. કોર્ટે ફટાકડાથી થઈ રહેલા પ્રદૂષણ સંબંધી અરજી પર સુનવણી કરતા જણાવ્યુ કે, ફટાકડા જ પ્રદૂષણનું એકમાત્ર કારણ નથી. ઓટો મોબાઈલ અને કાર પણ અત્યંત પ્રમાણમા પ્રદૂષણ ફેલાવી રહ્યુ છે.ત્યારે ફરી આજ મુદ્દે સુનવણી માટે સુપ્રિમ કોર્ટે આગામી તારીખ 3 એપ્રિલ નક્કી કરી છે.

તમને જણાવી દઈએ કે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માંગ માટે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. યાચિકામાં એ વાત અંગે ઉલ્લેખ કરવામાં આવેલ છે કે ફટાકડાના કારણે પ્રદૂષણ તેના પીક લેવલ પર પહોંચે છે. તે માટે તેના પર પ્રતિબંધ લગાવવો જોઇએ.

આ પહેલા ગત વર્ષે 23 ઓક્ટોબરે એક અરજી પર સુનવણી કરતા સુપ્રિમ કોર્ટે સમગ્ર દેશમાં કેટલીક શરતો સાથે દિવાળી પર ફટાકડાનું વેચાણ કરવાની પરવાનગી આપી હતી. સુપ્રિમ કોર્ટે જણાવ્યુ હતું કે, સમગ્ર દેશમાં ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ રીતે મનાઈ કરવામા આવી નથી. ફક્ત લાઇન્સ ધારક દુકાનદાર જ ફટાકડા વેચી શકશે. આ વિશે સુપ્રમી કોર્ટે સુનવણી દરમિયાન કહ્યુ હતું. તમને જણાવી દઇએ કે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માંગ માટે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

 143 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી