પ્રજાના પૈસે ખાનગી કંપનીને શા માટે બચાવવી જોઈએ…?

ભારતની જાણીતી એરલાઈન્સ કંપની જેટ એરવેઝને બચાવવા માટે સરકારી બેન્કોની આદેશ આપવામાં આવ્યો છે. જેટ એરવેઝમાં અંદાજે 20 હજાર કરતા વધુ કર્મચારીઓ કામ કરે છે. લોકસભાની ચૂંટણીઓ જાહેર થઇ ગઈ છે. એવામાં જો આ ખાનગી એરલાઈન્સ કંપની દેવાળું ફૂંકે તો રોજ્ગરીઓનો સવાલ ઉભો થાય અને વિરોધ પક્ષને મોદી સરકારની આલોચના કરવાની વધુ એક તક મળે. પરંતુ વિરોધ પક્ષની યાદી ટીકા-ટીપ્પણીથી બચવા માટે સરકારી બેન્કોને હોળીનું નારિયેળ શા માટે બનાવવી જોઈએ? સરકારી બેન્કો કાઈ પોતાના ખિસ્સામાંથી જેટ એરવેઝને બચાવવા માટે નાણા આપવાના નથી. તેઓ લોકોએ બેન્કમાં મુકેલા પૈસા જ જેટ એરવેઝને મળી શકે.

જેટ એરવેઝ જયારે નફો કરતી હતી, મુસાફરો પાસેથી બમણું તગડું ભાળું વસુલ કરતી હતી ત્યારે સરકારે મુસાફરોના હિતમાં તેમાં કોઈ દખલગીરી ના કરી અને હવે વર્ષો સુધી નફાની મલાઈ ખાધા બાદ જેટ એરવેઝના માલિક નરેશ ગોયલ વિજય માલ્યાની જેમ કિંગફિશરના કોકપિટ નીચે ઉતરી ગયા તેમ નરેશ ગોયલને પણ કોકપિટમાંથી ઉતારી જવાનું મન થઇ રહ્યું છે. તેઓ કેમ નિષ્ફળ ગયા અને અત્યાર સુધી નફો કરતી આ ખાનગી વિમાની કંપની એકાએક દેવાળું ફૂંકવાની સ્થિતિએ પહોંચી જાય ત્યારે સરકારે તેની કાયદેસરની તપાસ કરીને કોઈ ગેરરીતી થઇ હોય તો મેનેજમેન્ટ સામે પગલા ભરવા જોઈએ.

આ કંપનીએ રાખેલા પાઈલોટ સહિતના કમર્ચારીઓની જવાબદારી સરકારે શા માટે લેવી જોઈએ? એમ કહીને સત્તા વાર સુત્રો એમ પણ કહે છે કે સરકારી ટેલીકોમ કંપની BSNLના કર્મચારીઓને ચૂકવવા માટે પગાર નથી. હુન્દુસ્તાન એરોનેટીક સરકારી કંપનીને હજારમાંથી એક હજાર કરોડ ઉછીના લેવાની ફરજ પડે છે. આ સરકારી કંપની કે નિગમને મદદ કરવા માટે સરકારી બેન્કોની કહેવાને બદલે ખાનગી વિમાની કંપનીને બચાવવા માટે સરકારી બેન્કો પર દબાણ લાગુ કેટલા અંશે વ્યાજબી છે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.

 153 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી