શાકિબ અલ હસન (124)ની શાનદાર સદી અને લિટન દાસ (94)ની ઈનિંગ્સની મદદથી બાંગ્લાદેશે અહીં રમાયેલી આઈસીસી વિશ્વકપ 2019ની 23મી મેચમાં રેકોર્ડ રન ચેઝ કરીને વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ વિશ્વકપમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સફળ રનચેઝ છે.
Shakib Al Hasan. Take a bow.
— Cricket World Cup (@cricketworldcup) June 17, 2019
Liton Das. Take a bow.
Bangladesh win by seven wickets! #RiseOfTheTigers#WIvBAN | #CWC19 pic.twitter.com/H5Q5EcUZKe
વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 321 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે માત્ર 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 322 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ સાથે બાંગ્લાદેશે વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપ્યો છે.
23 , 1