પતિની અંધશ્રદ્ધાએ હદ વટાવી, ભૂવા પાસે ડામ અપાવતા પત્નીનો આપઘાત

સુરત જહાંગીરપુરા વિસ્તારમાં અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્નીને બાળકો ન થતા પતિએ ભુવા પાસે તેને ડામ અપાવ્યા હતા. આ ઘટના બાદ પત્ની આઘાતમાં આવી જઇ આત્મહત્યા કરી હતી. તેની માતાએ ફરિયાદ નોંધવતા પતિની કરતૂત બહાર આવી હતી. હાલ તો પતિની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કોમલ નામની પરીણિતા પોતાના પરિવાર સાથે રહેતી હતી. જોકે કોમલને બાળકો ન થતાં પતિ દિપક રાઠોડએ તેને ભૂવા પાસે લઇ ગયો હતો. અને ભૂવાએ સારવારના ભાગ રૂપે ડામ આપ્યા હતા. ભૂવા અને પતિની કરતૂતથી આઘાતમાં આવી જઇને કોમલે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. કોમલે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

પરિવારે જણાવ્યું હતું કે, કોમલ પર પતિ દિપક આડાસંબંધનો વહેમ હતો. જેથી તે માનસિક ત્રાસ પણ ગુજારતો હતો. કોમલને સાપરીયાની બીમારી હતી જેને લીધે તેને પ્રેગ્નન્સી રહેતી ન હતી. જેથી ગણદેવી નજીક ભુવા પાસે ડામ અપાવા લઈ ગયા હતા. અને ચાર ડામ આપ્યા હતા. જેથી કોમલ આઘાતમાં સરી પડી હતી અને આકરું પગલું ભરી લીધુ હતું.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી