શું કોઈ વિદ્યાર્થી ચાલુ શિક્ષણમા સિગરેટ પીતુ હશે? જાણો શું છે વાયરલ તસવીરનુ સત્ય

દર કોઈ જાણે છે કે સિગરેટ પીવાથી સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે અને જેના લીધે જીવ પણ જઈ શકે છે, પરંતુ ચાઈનાની એક યૂનિવર્સિટી પરથી એક અત્યંત ભયાનક કેસ સામે આવ્યો છે, જે તમને મુશ્કેલીમા મુકી દેશે.

આમ તો સોશિયલ મીડિયામા ઘણી તસરવીર વાયરલ થતી હોય છે, પરંતુ એક એવી તસવીર વાયરલ થઈ રહી છે, જેમા ચાલુ શિક્ષણ દરમિયાન જ તમામ વિદ્યાર્થી સિગરેટ પીતા જોવા મળે છે. ત્યારે આ તસવીર અત્યંત મુશ્કેલ કરનારી છે પરંતુ આ ઘટના અંગેનુ સત્ય જાણીને તમારા હોશ પણ ઉડી જશે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીર ચીનના Yunan Aricultural Universityની છે, જેમા વિદ્યાર્થી વર્ગ ખંડમાં સિગરેટ પી રહ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયામા આવ્યા બાદ બબાલ મચી ગઈ પરંતુ તે દમિયાન આ યૂનિવર્સિટીના ડીનનુ નિવેદન સામે આવ્યુ છે જેમણે તમામ લોકોને મુશ્કેલીમા મુકી દીધા છે.

વાસ્તવમા આ યુનિવર્સિ’ટીના ડીન Zhao Zhengxiongનુ કહેવુ છે કે આ તસવીર તમાકુ વિષય પર લેવામા આવેલા વર્ગ ખંડની છે, જેમા ક્લાસ ટીચર અલગ-અલગ બ્રાન્ડની સિગરેટ લઈને વિદ્યાર્થીના સામે મુકી દે છે અને તેમને સિગરેટ ટ્રાઈ કરવા માટે કહે છે. આ અંગે ડીને એ પણ કહ્યું કે કોઈ પણ વિર્દ્યાર્થીએ સિગરેટ પીવી જરૂરી નથી હોતી.

આ તસવીર પર બબાલ થયા બાદ યૂનિવર્સિટીના વિદ્યાર્થી પણ સામે આવી રહ્યા છે અને પોતાના કોલેજના ફેકેલ્ટીનો બચાવ પક્ષ લઈ રહ્યા છે. ત્યારે આ અંગે વિદ્યાર્થીનુ કહેવુ છે કે ”તમાકુ તકનીક” વાળા શિક્ષણમા આવુ કરવુ જરૂરી હતુ અને આ ક્લાસ દરરોજ નથી હોતા. વિદ્યાર્થીના નિવેદન બાદ લોકો શાંત થયા છે, કારણ કે સિગરેટ પીવી તેમની ભણતરનો ભાગ નથી અને આ બધુ તેમના અભ્યાસમા જ સામેલ હતુ. જે માટે આ પ્રયોગ ચાલુ શિક્ષણમા વિદ્યાર્થી દ્ધારા કરવામા આવ્યો હતો.

 133 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી