વાયા સુરત થઇને ગુજરાતમાં થશે ‘આપ’ની એન્ટ્રી ?

આપના નેતાઓએ અમદાવાદને બદલે સુરતને આપી અગ્રતા

દિલ્હીમાં સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી-આપ દ્વારા ગુજરાતના રાજકારણમાં સ્થાનિક ચૂંટણીઓ દ્વારા પ્રવેશ થયો છે. પરંતુ વિધાનલભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા આપને છ મનપામાં સુરતમાં સારા એવા પ્રમાણમાં બેઠકો મળવાની રાજકિય શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે આપના નેતા અને સીએમ અરવિંદ કેજરીવાલે લાંબા સમય બાદ ગુજરાતમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અમદાવાદ સુરત સહિત મોટા ભાગની બેઠકો પર આમ આદમીના ઉમેદવારો જોવા મળે છે. જો કે આપ પાર્ટી સુરત ઉપર વધારે ધ્યાન કેનદ્રીત કર્યું છે. સુરતમાં આપના નેતાઓ મનિષ સિસોદિયા વગેરેની હાજરીમાં જંગી રેલી યોજાઇ હતી. જે એ વાતનો ઇશારો છે કે, સુરતમાં આમ આદમી પાર્ટી ખાતું ખોલાવી શકે છે. અને તે દ્વારા ગુજરાતના રાજકારણમાં આપની એન્ટ્રી પણ થઇ શકે છે.

આપ પાર્ટીએ અમદાવાદમાં પણ ઉમેદવારો ઉભા રાખ્યા છે. પરંતુ દિલ્હીના નેતાઓએ અમદાવાદને બદલે સુરતમાં રેલી યોજવાનું પસંદ કર્યું, જ્યારે અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને આગળ કરવામાં આવ્યા હતા. 21મીએ મતદાન છે, 23મીએ મતગણતરી શરૂ થાય ત્યારે જોવા મળશે કે આપ પાર્ટીને ગુજરાતના મતદારોએ કેટલો અને કેવો પ્રતિભાવ આપ્યો છે. આ અગાઉ એનસીપી, સપા, બસપાના કેટલાક ઉમેદવારો પણ સ્થાનિક ચૂંટણીમાં જીત્યા છે.

 78 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર