શું અનિલ દેશમુખને ક્લીનચિટ મળશે? ચર્ચાતો સવાલ

આયોગ દ્વારા ક્લીનચિટ મળી શકે, પરમવીર સામે સરકારનું નરમ વલણ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 100 કરોડની વસલૂની કેસમાં રાહત અને ક્લીનચિટ મળે તેવા નિર્દેશો મળી રહ્યા છે. દેશમુખની સામે 100 કરોડની વસૂલીનો આરોપ મૂકનાર મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંઘે અગાઉ એવો ખુલાસો કર્યો કે તેની પાસે આ આરોપના પુરાવા નથી અને પુરાવા આપવામાં માંગતા નથી તેમણે દેશમુખ સામે આરોપની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચિત આયોગ સામે આવો ખુલાસો કર્યો હતો.

મહારાષ્ટ્ર સરકારે પરમવીરને પકડી લાવવામાં માટે કોઈ વધારે પ્રયાસો કર્યા નથી. પરમવીરને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી અને હાજર થયા પરંતુ તેમની સામે ગાંળિયો કસવામાં આવ્યો નથી. તેની સામે જાહેર કરેલ બિનજામીન લાયક વોરન્ટ રદ કરવામાં આવે છે. બીજી તરફ પરમવીર સિંઘે 100 કરડોની વસૂલીના મામલે જેના ખંભે બંદૂક મૂકી તે પોલીસ અધિકારી વાઝે દ્વારા એમ કહેવામાં આવ્યું કે તેણે આવો કોઈ ઓરોપ કર્યો જ નથી. આ તમામ સંજોગો એ બાબતનો નિર્દેશ કરે છે કે, પરમવીરને રાહત આપીને દેશમુખને ક્લીનચીટ મળે અને ફરીથી સરકારમાં સ્થાન મળે તેવી કોઈ રાજકીય ગતિવિધિ ચાલી રહી હોવાનું મનાઈ છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી